આ રમતમાં Akshay Kumarને હરાવવો છે મુશ્કેલ, ટ્વિંકલ ખન્નાનો ખુલાસો

Published: Jul 10, 2019, 18:18 IST | મુંબઈ ડેસ્ક

અક્ષય કુમાર હાલમાં લંડનમાં છે જ્યાં તે પોતાના પરિવાર સાથે રજાઓ મનાવી રહ્યો છે. તેનો દીકરો આરવ લંડનમાં ભણે છે.

અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના સાથે
અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના સાથે

અક્ષય કુમારને બોલીવુડના ખિલાડી કહેવામાં આવે છે. અક્ષયને આ ટેગ તેની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનમાં તેના રમતમાં રહેલા ઉત્સાહ અને શિસ્તબદ્ધ જીવનશૈલીને કારણે મળ્યું છે. 50 વટાવી ચૂકેલો અભિનેતા સૌથી ફિટ અભિનેતામાં સામેલ છે. અક્ષય માર્શલ આર્ટ્સનો એક્સપર્ટ ગણાય છે અને તેને પ્રમોટ પણ કરે છે. પણ, હવે તેની એવી તસવીર સામે આવી છે, જેને જોયા પછી ચાહકો તેને શતરંજનો ખેલાડી કહેવા લાગ્યા છે.

ટ્વિન્કલ ખન્નાએ અક્ષયની એવી તસવીર શેર કરી છે, જેમાં તે ફ્લોર સાઇઝ શતરંજ રમતો જોવા મળે છે. દીકરી નિતારા અને પત્ની ટ્વિંકલ ખન્ના પૂર્ણ ધ્યાનથી રમતા જોવા મળે છે. આ તસવીર સાથે કૅપ્શનમાં ટ્વિન્કલ ખન્નાએ કમેન્ટમાં લખ્યું છે - અનફોર્ચ્યુનેટલી જ્યારે તમે કોઈપણ રમત ખેલાડીઓના ખેલાડી સાથે રમો ત્યારે તમે પરાજયને જ આમંત્રણ આપો છો.

 
 
 
View this post on Instagram

Unfortunately when you play any game with a certain Khiladiyon Ka Khiladi losing is rather inevitable #ChessTime

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) onJul 9, 2019 at 9:11am PDT

ઉલ્લેખનીય છે કે અક્ષય હાલ લંડનમાં છે, જ્યાં તે પોતાના પરિવાર સાથે રજાઓ મનાવી રહ્યો છે. દીકરો આરવ લંડનમાં જ ભણે છે. અક્ષય સૂર્યવંશીનું થાઇલેન્ડ શેડ્યૂલ પૂરું કરવા લંડન ગયો છે. રજાઓ પછી અક્ષય મિશન મંગલના પ્રમોશનમાં વ્યસ્ત થઈ જશે, જે 15 ઑગસ્ટે રિલીઝ થવાની છે. ભારતના મંગલ ગ્રહ પર મોકલવામાં આવેલા પહેલા સેટેલાઇટ મિશન પર આધારિત ફિલ્મમાં અક્ષય એક સ્પેસ સાઇન્ટિસ્ટના પાત્રમાં છે. આ ફિલ્મને લઇને અક્ષય કુમારે તાજેતરમાં જ જણાવ્યું હતું કે આ ફિલ્મ તેની દીકરી નિતારા અને તેની ઊંમરના બીજા બાળકો માટે કરી છે, જેનાથી તે મિશન મંગલ જેવા અભિયાનોની મહત્વતા સમજે અને તેનાથી પ્રેરણા મેળવી શકે.

મિશન મંગલમાં અક્ષય કુમાર સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હરી અને શરમન જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલનું ટિઝર રિલીઝ થયું છે જેમાં મુખ્ય પાત્રોની ઝલક દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમારના પાત્રનું નામ રાકેશ ધવન છે જ્યારે વિદ્યા બાલન તારા શિંદેનું પાત્ર ભજવે છે જે મિશન લીડર છે. સામાન્ય પાત્રોની અસામાન્ય સફળતાને આ સ્ટોરીમાં દર્શાવવામાં આવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK