ટ્વિંકલ ખન્નાનો મોટો ખુલાસો, લોકોએ પેડમેનને લઈને કહી હતી આવી વાતો

Published: Aug 12, 2019, 08:47 IST | મુંબઈ

ટ્વિંકલ ખન્નાએ મોટો ખુલાસો કર્યો છે. ટ્વિંકલે કહ્યું કે લોકોએ તેને પેડ અને માસિકધર્મની આસપાસ ફિલ્મ ન બનાવવાની સલાહ આપી હતી.

તસવીર સૌજન્યઃ ટ્વિંકલ ખન્ના ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્યઃ ટ્વિંકલ ખન્ના ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ  ફિલ્મ પેડમેનને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્ય બાદ એક મોટો ખુલાસો કર્યો છે. ટ્વિંકલ ખન્નાએ એક ઈંટરવ્યૂમાં કહ્યું કે અનેક લોકોએ તેમને આ ફિલ્મ બનાવવાની ના પાડી હતી.

મહત્વનું છે કે પેડમેન એક સામાજિક વિષય પર બનેલી ફિલ્મ છે. જે અરૂણાચલમ મુરુગનંતમથી પ્રેરિત છે.


ફિલ્મમાં મહિલાઓના માસિક ધર્મ દરમિયાન પડતી સમસ્યાઓનો સામનો કરવા માટે એક પતિ કઈ હદ સુધી ચાલ્યો જાય છે, તેને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમારે અરૂણાચલ મુરૂગનંતમથી પ્રેરિત ભૂમિકા નિભાવી છે. ફિલ્મમમાં રાધિકા આપ્ટે અને સોનમ કપૂર મહત્વની ભૂમિકામાં હતા.


રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સામાજિક વિષય પર પુરસ્કાર મળ્યા બાદ ટ્વિંકલની ખુશીનું ઠેકાણું ન રહ્યું. તેમણે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો. સાથે જ તેમણે પેડમેન જેવા સામાજિક વિષયો પર આગળ ફિલ્મ બનાવવાની વાત પણ કરી. આ ફિલ્મ સાથે ટ્વિંકલ ખન્નાએ પ્રોડ્યૂસર તરીકે ડેબ્યૂ કર્યું હતું.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને

ટ્વિંકલ ખન્નાએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યા બાદ લખ્યું હતું કે, 'હું એ તમામ લોકોનો આભાર માનું છું. ખાસ કરીને અરૂણાચલમ મુરૂગનંતમનો, કારણ કે તેમના કારણે જ આ ફિલ્મ બની શકી. આ સાથે જ હું નિર્દેશક આર. બાલ્કીનો પણ આભાર માનું છું કે તેમણે આટલી શાનદાર ફિલ્મ બનાવી. હું મારા પતિ અક્ષય કુમાર, રાધિકા આપ્ટે અને સોનમ કપૂરનો પણ આભાર માનું છું કે તેમણે આ શાનદાર ફિલ્મમાં કામ કર્યું. આ અમારા બધા માટે બહુ જ મોટો દિવસ છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK