પિતાની વરસી પર ટ્વિન્કલ ખન્ના થઈ ભાવુક, શેર કરી બાળપણની તસવીર

Published: Jul 18, 2019, 19:55 IST | મુંબઈ ડેસ્ક

ચાહકોની સાથે કાકાના પરિવાર માટે પણ આ દિવસ તેમની યાદોમાં ડૂબવાનો હોય છે.

રાજેશ ખન્ના અને ટ્વિન્કલ ખન્ના
રાજેશ ખન્ના અને ટ્વિન્કલ ખન્ના

રાજેશ ખન્નાને હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર માનવામાં આવે છે. તે સમય દરમિયાન તેની દીવાનગીની ચર્ચા આજની પેઢીને આશ્ચર્યચકિત કરી દે છે. ઇન્ડસ્ટ્રીમાં કાકાના નિકનેમથી જાણીતા થયેલા રાજેશ ખન્ના માટે ચાહકોનો પ્રેમ એ હદ સુધી હતો કે તેમની ફિલ્મો બેક ટુ બેક સિલ્વર જુબલી થતી હતી. કહેવાય છે કે રાજેશ ખન્ના જેવી સ્ટારડમ તેના પછી કોઈએ નથી જોઈ. 18 જુલાઇના રાજેશ ખન્નાની પુણ્યતિથિ હોય છે અને આવા બધાં જ કિસ્સાઓ યાદ આવી જતાં હોય છે. ચાહકોની સાથે કાકાના પરિવાર માટે પણ આ દિવસ તેમની યાદોમાં ડૂબવાનો હોય છે.

રાજેશ ખન્નાની મોટી દીકરી ટ્વિન્કલ ખન્નાના પિતાને યાદ કરતાં એક ભાવુક સંદેશ લખ્યો છે. ટ્વિન્કલે ટ્વિટર પર લખ્યું, મારા મનમાં હંમેશા રહેશે અને તેમના મનમાં પણ, જેમણે પોતાના મનમાં તેમને સ્થાન આપ્યું છે. તસવીરમાં નાનકડી ટ્વિન્કલ અને બહેન રિંકી પિતા સાથે રમતી જોવા મળે છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

ટ્વિન્કલ પોતાના પિતાની ખૂબ જ ક્લૉઝ હતી. રસપ્રદ બાબત એ છે કે ટ્વિન્કલ રાજેશ ખન્ના સાથે પોતાનો જન્મદિવસ શેર કરતી હતી. બન્નેનો જન્મદિવસ 29 ડિસેમ્બરના હોય છે. રાજેશ ખન્નાએ પોતાની કારકિર્દી 1966ની ફિલ્મ આખિરી ખતથી શરૂ કરી હતી. તેના પછી 1971 સુધી રાજેશ ખન્નાએ સતત 15 સુપર હિટ ફિલ્મો આપી. આ રેકોર્ડને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. રાજેશ ખન્નાએ પોતાની કારકિર્દીમાં 168 ફિલ્મોમાં કામ કર્યું હતું. 1970થી 1987 સુધી રાજેશ ખન્ના હિન્દી સિનેમાના સૌથી વધુ ફી લેનારા કલાકાર હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK