Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 6 વર્ષ ડેટ કર્યા બાદ આશા નેગી અને રિત્વિક ધનજાનીનું થયું બ્રેકઅપ

6 વર્ષ ડેટ કર્યા બાદ આશા નેગી અને રિત્વિક ધનજાનીનું થયું બ્રેકઅપ

16 April, 2020 02:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

6 વર્ષ ડેટ કર્યા બાદ આશા નેગી અને રિત્વિક ધનજાનીનું થયું બ્રેકઅપ

આશનેગી અને રિત્વિક ધનજાની

આશનેગી અને રિત્વિક ધનજાની


ટીવી ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોસ્ટ હેપ્નિંગ કપલ આશા નેગી અને રિત્વિક ધનજાનીના ફૅન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટ મુજબ આશા અને રિત્વિકનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાત એમના ફ્રેન્ડ્સને પહેલેથી ખબર હતી.

રિત્વિક અને આશાના એક નજીક ફ્રેન્ડે વેબસાઈટથી વાતચીતમાં જણાવ્યું કે બન્નેમાં કેટલાક દિવસથી અણબનાવ ચાલી રહ્યો હતો. બન્ને વચ્ચે કઈ ઠીક ચાલી નહોતું રહ્યુ, જેના લીધે બન્નેના રિલેશનશિપમાં દરાર પડવા લાગી હતી. બન્નેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો છે. એક મહિનાથી બન્ને અલગ રહે છે આ વાતની જાણકારી એમના મિત્રોએ આપી છે. હકીકતમાં, રિત્વિક અને આશા લાંબા સમયથી સાથે જ રહેતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચે અણબનાવ થવા લાગ્યો એટલે રિત્વિકે અલગ થવાનો નિર્ણય લીધો.



 



 

તમને જણાવી દઈએ કે રિત્વિક અને આશા 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2013, નવેમ્બરમાં રિત્વિક અને આશાએ પોતાના રિલેશનશિપની ફૅન્સ વચ્ચે જાહેરાત કરી.2019માં બન્નેના લગ્નના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ બન્નેએ જ એવા સમાચારોને અફવા ગણાવી હતી. આશા રિત્વિકના પરિવારથી ઘણી ક્લોઝ છે. રિત્વિક અને આશા ઘણા કેરિંગ કપલ પણ હતા એવામાં બન્નેનું બ્રેકઅપ થવું એમના ફૅન્સ માટે શોકિંગ સમાચાર હોઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2020 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK