'તારક મહેતા'ની આ એક્ટ્રેસ હવે વેબ-સીરીઝમાં બનશે IPS ઑફિસર, જાણો વધુ

Published: 26th January, 2021 17:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સબ ટીવીની સૌથી ફૅમસ અને કૉમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલી આરતી જોશી ટૂંક સમયમાં જ વેબ-સીરીઝની દુનિયામાં પણ ડેબ્યૂ કરવાની છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

છેલ્લા લગભગ એક વર્ષથી સ્ટાર્સ વચ્ચે વેબ-સીરીઝ અને ઓટીટી પ્લેટફૉર્મ પર રિલીઝ થનારા કન્ટેન્ટને લઈને રસ વધતો જઈ રહ્યો છે. ટીવી સ્ટાર્સથી લઈને બૉલીવુડના દિગ્ગજ કલાકાર સુધી, તમામ વેબ-સીરીઝ અને ઓટીટી પ્લેટફૉર્મ પર પોતાના અજમાવી રહ્યા છે. આ બધાની વચ્ચે હજી એક ટીવી એક્ટ્રેસનું નામ જોડાઈ ગયું છે.

aarti-joshi

આરતી જોશી (તસવીર સૌજન્ય - જાગરણ)

સબ ટીવીની સૌથી ફૅમસ અને કૉમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં જોવા મળેલી આરતી જોશી (Aarti Joshi) ટૂંક સમયમાં જ વેબ-સીરીઝની દુનિયામાં પણ ડેબ્યૂ કરવાની છે. આરતી વેબ સીરીઝ 'Dalla'માં નજર આવશે, જે એક ક્રાઈમ સીરીઝ હશે. વેબ-સીરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

આ વેબ-સીરીઝમાં આરતીની ભૂમિકા ખૂબ જ વિશેષ છે, એક્ટ્રેસ એક IPS ઑફિસરની ભૂમિકા ભજવતી જોવા મળશે. પોતાના પાત્ર વિશે વાત કરતા આરતીએ કહ્યું, 'Dalla' માટે મેં બે વાર ઑડિશન આપ્યું હતું ત્યારે જઈને મને સિલેક્ટ કરવામાં આવી હતી. સીરીઝમાં મારી ભૂમિકા એક IPS ઑફિસરની છે, જેની સ્પેશિયલ ભરતી કરવામાં આવી છે. જે તમામ કરઅપ્ટ પોલીસ ઑફિસર અને કમિશ્નરની ધરપકડ કરે છે.

વેબ-સીરીઝ અને ટીવી સીરિયલમાં કામ કરવાના તફાવતને લઈને આરતીએ કહ્યું, ટીવી સીરિયલ વર્ષો સુધી ચાલતી રહે છે, જ્યારે વેબ-સીરીઝ જલદીથી બનીને જલદી સમાપ્ત થઈ જાય છે. વેબ-સીરીઝમાં કામ કરવું ફાસ્ટ ફૂડ ખાવા જેવું હોય છે, જેને ઝડપથી સમાપ્ત થાય છે.

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રેટિંગ છેલ્લા કેટલાક સમયથી ઘટતી જઈ રહી છે. જ્યારે આરતીને આ વિશે સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે કહ્યું, તારક મહેતા સીરિયલ છેલ્લા 10-12 વર્ષથી સતત ચાલી રહી છે અને લોકેને તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. જો થોડી રેટિંગ ઓછી થાય છે તો એમાં ટેન્શનની કોઈ વાત નથી. મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં આવું થતું રહે છે. જણાવી દઈએ કે રાજ બિકાનાના પ્રોડક્શનમાં બનનારી આ વેબ-સીરીઝમાં આરતી સાથે અશ્મિત પટેલ, રાહુલ મનચંદા, મેહુલ ભોજક જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. આ વેબ-સીરીઝમાં અશ્મિત અને રાહુલ બન્ને લીડ રોલમાં નજર આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK