Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss: આ 4 નવા ચહેરા થયા છે ક્વૉરન્ટીન, આ દિવસે લેશે ઘરમા એન્ટ્રી

Bigg Boss: આ 4 નવા ચહેરા થયા છે ક્વૉરન્ટીન, આ દિવસે લેશે ઘરમા એન્ટ્રી

08 October, 2020 03:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss: આ 4 નવા ચહેરા થયા છે ક્વૉરન્ટીન, આ દિવસે લેશે ઘરમા એન્ટ્રી

બિગ-બૉસ 14

બિગ-બૉસ 14


3 ઑક્ટોબરે લૉન્ચ થયેલો સૌથી લોકપ્રિય અને વિવાદિત શૉ બિગ-બૉસ સતત ચર્ચાનો વિષય બની ગયો છે. શૉને મનોરંજક બનાવવા માટે મેકર્સની સાથે તોફાની સીનિયર્સ પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે શૉમાં 11 નવા કન્ટેસ્ટન્ટ છે. ટૂંક સમયમાં ઘણા સેલેબ્સ પણ શૉમાં એન્ટ્રી મારવાના છે.

naina



નૈના સિંહ


આ વખતે શૉમાં બે અઠવાડિયાંનું મોટું ટ્વિસ્ટ રાખવામાં આવ્યું છે. જ્યા સીનિયર્સ કન્ટેસ્ટન્ટને કન્ફર્મ કરશે. જો કન્ટેસ્ટન્ટ કન્ફર્મ નહીં થાય તો તેઓ શૉમાંથી બહાર થઈ જશે. બાદ સીનિયર્સ અને નૉન કન્ફર્મ કન્ટેસ્ટન્ટ શૉમાંથી બહાર નીકળી જશે. અહેવાલ છે કે આ અઠવાડિયે 4 નવા કન્ટેસ્ટન્ટ ઘરમાં દાખલ થશે.

સૂત્ર અનુસાર, નૈના સિંહ, શાર્દુલ પંડિત, રશ્મિ ગુપ્તા ચોક્કસપણે બિગ બૉસના ઘરે જશે. ચોથો કન્ટેસ્ટન્ટ પવિત્રા પુનિયાનો એક્સ-બૉયફ્રેન્ડ પ્રતીક શહજપાલ હોઈ શકે છે. કન્ટેસ્ટન્ટને મુંબઈના હોટેલમાં ક્વૉરન્ટીન રાખવામાં આવ્યા છે. આ કન્ટેસ્ટન્ટ્સને 16 તારીખ પહેલા સીક્રેટ રૂમમાં રાખવામાં આવશે. બાદ તેઓ સલમાન ખાનને મળશે. એમની ઘરમાં એન્ટ્રીને સીક્રેટ રાખવામાં આવી છે. તેમને એક ટાસ્ક આપવામાં આવશે.


આ પણ જુઓ : Bigg Boss 14: જાણો કોણ છે નિક્કી તંબોલી, એન્ટ્રી લેતા જ વાઈરલ થઈ બૉલ્ડ તસવીરો

નવા કન્ટેસ્ટન્ટના આવવાથી શૉમાં રોમાંચ વધવાનું છે. આમ પણ સીનિયર્સના ગયા પછી શૉમાં નવો ટ્વિસ્ટ પણ જરૂરી છે. આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે નવા કન્ટેસ્ટન્ટ શૉને કેટલું કન્ટેન્ટ આપી શકે છે. બીજી તરફ, આ સીનિયરોના ગયા પછી, શહેનાઝ ગિલ, ગૌતમ ગુલાટી અને પ્રિન્સ નરૂલા શૉમાં મહેમાન તરીકે જોવા મળવાના સમાચાર છે.

હાલ એજાઝ ખાન, જાસ્મિન ભસીન, અભિનવ શુક્લા, રુબીના દિલૈક, નિક્કી તમ્બોલી, નિશાંત સિંહ મલકાની, શાહજાદ દેઓલ, સારા ગુરપાલ, જાન કુમાર સાનૂ, પવિત્રા પુનિયા, રાહુલ વૈદ્ય ઘરમાં ધમાલ મચાવી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK