ટીવી કપલ પૂજા બેનર્જી અને કુણાલ વર્માના ઘરે દીકરાનો જન્મ થતા ખુશીનો માહોલ

Published: Oct 10, 2020, 12:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પહેલીવાર પિતા બનીને બહુ જ ખુશ છે કુણાલ વર્મા

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે 2020નું વર્ષ આમ તો દુ:ખદ સાબિત થયું છે. પરંતુ કેટલાક સેલેબ્ઝ માટે તે સારા સમાચાર પણ લઈને આવ્યું છે. ટીવીના ઘણા સેલેબ્ઝને ઘરે પારણું બંધાવવાનું છે તો કેટલાકને ઘરે આ વર્ષે બંધાઈ ગયું છે. આ યાદીમાં શો 'દેવોં કે દેવ મહાદેવ'માં માતા પાર્વતીનો રોલ ભજવતી અભિનેત્રી પૂજા બેનર્જી (Puja Banerjee) અને પતિ કુણાલ વર્મા (Kunal Verma) પહેલીવાર માતા-પિતા બન્યા છે. પૂજાએ 9 ઓક્ટોબરના બાળકને જન્મ આપ્યો છે. ત્યારબાદ તેના પતિ કુણાલ વર્માએ દીકરા અને પૂજાનું સ્વાસ્થ્ય સારું હોવાની જાણકારી આપી છે.

દીકરાના જન્મ પછી કુણાલ વર્માએ ઈ-ટાઈમ્સ સાથેની વાતચીત દરમ્યાન પહેલીવાર પિતા બનવાની ખુશી વ્યક્ત કરતા ફૅન્સની પ્રાર્થના માટે આભાર માન્યો હતો. તેણે જણાવ્યું કે, 'પૂજા અને મને ગર્વ છે અને અમે ઘણા ખુશ છીએ. અમને આ જણાવીને આનંદ થાય છે કે આજે અમે એક દીકરાના પેરેન્ટ્સ બની ગયા. જ્યારે પૂજાએ દીકરાને જન્મ આપ્યો ત્યારે હું તેની સાથે ઓપરેશન થિયેટરમાં હતો. બન્ને સ્વસ્થ છે અને હું ભગવાનના આશીર્વાદ માટે ઘણો આભારી છું.'

 
 
 
View this post on Instagram

Awaiting...🤰🤰 📷@bbhupi25

A post shared by Puja Banerjee (@banerjeepuja) onOct 7, 2020 at 7:53am PDT

થોડા દિવસ પહેલાં જ કુણાલ અને પૂજાએ ઘરે બેબી શાવરનું ફંક્શન રાખ્યું હતું. જેની તસવીરો તેમણે સોશ્યલ મીડિયા પર શૅર પણ કરી હતી. પૂજાએ થોડા દિવસ પહેલાં 'જગ જનની માં વૈષ્ણો દેવી' શો છોડ્યો હતો. આ શોમાં તે વૈષ્ણો દેવીના રોલમાં હતી. પૂજા પ્રેગ્નન્સીમાં પણ કામ કરવા ઇચ્છતી હતી પણ આ કોરોના મહામારીને કારણે તેણે સાવધાની રાખીને ઘરે જ સુરક્ષિત રહેવાનો નિર્ણય લીધો.

તમને જણાવી દઈએ કે, પૂજા બેનર્જી અને કુણાલ વર્માએ 15 એપ્રિલે સિક્રેટ લગ્ન કરી લીધા હતા. બન્ને તે દિવસે ગ્રાન્ડ સેલિબ્રેશન રાખવા ઇચ્છતા હતા પણ લૉકડાઉનને કારણે આવું ન થઈ શક્યું. ત્યારબાદ બન્નેએ લગ્ન માટે ભેગા કરેલા પૈસા PM -CARES ફંડમાં દાન પણ કર્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK