‘નાગિન 3’ ફૅમ અભિનેત્રી અનિતા હસનંદાનીએ આપ્યો દીકરાને જન્મ

Updated: 10th February, 2021 09:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રી લગ્નના આઠ વર્ષ પછી બની માતા

અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે
અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે

ગત વર્ષ ભલે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખરાબ સાબિત થયું હોય. પણ અનેક સેલેબ્ઝે વર્ષ 2020માં સારા સમાચારની જાહેરાત કરી હતી. એટલે કે 2021માં અનેક સેલેબ્ઝના ઘરે પહેલીવાર પારણું બંધાવાવાનું છે તે ગત વર્ષે જાહેર કરવામાં આવ્યું હતું. 'નાગિન' ફૅમ અભિનેત્રી અનિતા હસનંદાની (Anita Hassanandani) અને તેના પતિ રોહિત રેડ્ડી (Rohit Reddy) પણ માતા-પિતાના બનવાની હરોળમાં હતા. તેમના ઘરે 9 ફેબ્રુઆરીએ દીકરાનો જન્મ થયો છે.

સ્ટાર પ્લસની સિરયલ 'યે હૈ મોહોબતે'માં શગુન અરોરાનું પાત્ર અને કલર્સની ‘નાગિન 3’માં વિશાખાનું પાત્ર ભજવતી અભિનેત્રી અનિતા હસનંદાનીએ પતિ રોહિત સાથે બેબી બમ્પનો વીડિયો પોસ્ટ કરીને પ્રેગનેન્ટ હોવાના સમાચાર ફૅન્સને આપ્યા હતા. ત્યારબાદ અભેનત્રીએ ગઈ કાલે એટલે કે 9 ફેબ્રુઆરી મંગળવારે રાત્રે દીકરાને જમ્ન આપ્યો હતો. દીકરાને જન્મ આપ્યો હોવાના સમાચાર અભિનેત્રીના પતિએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા હતા.

રોહિત રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર અનિતાનીએ અને પોતાની પ્રેગનેન્સી શુટ સમયની તસવીર શૅર કરી હતી અને સાથે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ઓહ બૉય!’ તસવીરમાં અનિતા તેના બેબી બમ્પ સાથે સુતેલી જોવા મળી રહી છે અને રોહિત તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ તારીખ લખી છે, 9 ફેબ્રુઆરી, 2021.

 
 
 
View this post on Instagram

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

ઉલ્લેખનીય છે કે, અનિતા હસનંદાની લગ્નના આઠ વર્ષ પછી માતા બની છે. કપલે દીકરો આવ્યાના સમાચાર આપતા જ ટીવી અને બૉલીવુડમાંથી પણ અનેક સેલેબ્ઝે તેમને દીકરાના જન્મની શુભેચ્છાઓ આપવાની શરૂઆત કરી દીધી હતી.

આ પણ વાંચો: Anita Hassanandaniએ ગર્ભાવસ્થામાં કરાવ્યું બોલ્ડ અને હૉટ ફોટોશૂટ, જુઓ તસવીરો

તમને જણાવી દઈએ કે, અનિતા હસનંદાનીએ વર્ષ 2013માં કોર્પોરેટ પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનિતા 'નાગિન 4' માં જોવા મળી હતી. અનિતાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ટીવી ક્વીન એકતા કપૂર સાથે તેની ખાસ મિત્રતા છે. તે બાલાજી પ્રોડક્શનના ઘણા ટીવી શોનો ભાગ રહી ચુકી છે.

First Published: 10th February, 2021 09:49 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK