ખબર છે, નીલ ભટ્ટ નૅશનલ ફુટબૉલ ચૅમ્પિયન છે?

Published: 25th September, 2020 17:27 IST | Rashmin Shah | Mumbai

ખબર પડ્યા પછી સ્ટાર પ્લસે નીલની નવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંમાં ની‌લની ફુટબૉલ ટુર્નામેન્ટ પણ પ્લાન કરી

નીલ ભટ્ટ
નીલ ભટ્ટ

સ્ટાર પ્લસ પર શરૂ થનારી નવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં આઇપીએસ ઑફિસર વિરાટ ચૌહાણનું કૅરૅક્ટર કરતો નીલ ભટ્ટ ફુટબૉલનો બહુ સારો પ્લેયર છે અને તે ઇન્ટરકૉલેજ નૅશનલ ફુટબૉલ ચૅમ્પિયનશિપ પણ રમ્યો છે અને જીત્યો પણ છે. નીલની આ વાતની કોઈને ખબર નહોતી, પણ સ્ટાર પ્લસના હાથમાં નીલના ફુટબૉલ રમતા ફોટોગ્રાફ્સ આવતાં ચૅનલને ખબર પડી હતી. વાત માત્ર અહીં નથી અટકતી. ચૅનલને આ વાતની જાણ થતાં તેણે તરત જ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની ક્રીએટિવ ટીમ સાથે મીટિંગ કરી, નીલનો ફુટબૉલનો આખો ટ્રૅક ઊભો કર્યો. નીલને પણ મજા પડી ગઈ. નીલે કહ્યું કે ‘શૂટિંગને કારણે લાંબા સમય પછી મને ફરીથી ફુટબૉલ રમવા મળ્યું. ફુટબૉલની સાથે જૂના દિવસો યાદ આવી ગયા. કૉલેજનો એ પિરિયડ યાદ આવ્યો જ્યારે ઍક્ટિંગ દૂર-દૂર સુધી મનમાં પણ નહોતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK