લૉકડાઉનમાં બેરોજગારથી હેરાન ટીવી એક્ટરે કરી આત્મહત્યા, કોઇએ મદદ ન કરી

Published: May 17, 2020, 13:04 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

મનમીત કોઇપણ કામ ન મળવાથી અને પોતાના કરજથી પરેશાન હતો અને શુક્રવારે તેણે પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાધો.

મનમીત ગ્રેવાલ (ફાઇલ ફોટો)
મનમીત ગ્રેવાલ (ફાઇલ ફોટો)

સમાચાર છે કે ટીવી એક્ટર મનમીત ગ્રેવાલે આત્યહત્યા કરી લીધી છે. ઘણી સીરિયલ્સમાં પંજાબી પાત્ર ભજવનાર મનમીતે શુક્રવારે પોતાના નવી મુંબઈના ઘરમાં ગળે ફાંસો ખાધો. કહેવામાં આવી રહ્યું છે કે મનમીત કોઇપણ કામ ન મળવાથી અને પોતાના કરજથી પરેશાન હતો અને શુક્રવારે તેણે પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાધો. આ દરમિયાન તેની પત્નીએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો અને પાડોશીઓ પાસે મદદ પણ માગી, પણ કોરોના વાયરસના ડરને કારણે કોઇ મદદ માટે આગળ ન આવ્યું.

ઘણી સીરિયલ્સમાં કર્યું હતું કામ
એક્ટરે 'આદત સે મજબૂર' અને 'કુલદીપક' જેવી ઘણી સીરિયલ્સ અને જાહેરાતોમાં કામ કર્યું હતું. મનમીતે પોતાના મિત્ર પાસેથી પર્સનલ અને પ્રૉફેશનલ કામ માટે પૈસા પણ ઉધાર લઈ રાખ્યા હતા. લૉકડાઉન બાદ કામ સંપૂર્ણપણે બંધ હતું અને તે પોતાના જીવનને લઈને ખૂબ જ પરેશાન હતો. મનમીતના મિત્રો પ્રમાણે, તે એ વાતથી ચિંતિચ હતો કે તે આવતાં મહિનાનું ભાડું કેવી રીતે આપશે.

કોરોનાના ભય થકી કોઇએ ન કરી મદદ
પછી શુક્રવારે રાતે, એક્ટરે ઓઢણીની મદદથી પંખા પર લટકીને પોતાનો જીવ આપી દીધો. મનમીતની પત્નીએ તેના પગ પકડી તેને બચાવવાના પ્રયત્ન પણ કર્યા અને મદદ માટે બોલાવ્યા છતાં મદદ માટે કોઇ સામે ન આવ્યું. ત્યાર બાદ પાડોશી પાસેથી માહિતી આપ્યા બાદ પોલીસ આવી અને સિક્યોરિટી ગાર્ડે ઓઢણી કાપીને મનમીતને નીચે ઉતાર્યો.

ત્યાર બાદ એક્ટરને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો. તો ખાલખર પોલીસે કેસ નોંધી લીધો છે. જણાવીએ કે મનમીત પોતાના પંજાબી પાત્રો માટે જાણીતો હતો અને સીરિયલ્સ સિવાય તેણે ઘણી એડ ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું. આ પહેલા ટીવી અભિનેતા કુશલ પંજાબીએ પણ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK