Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બસ, એક તક

04 September, 2020 07:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બસ, એક તક

માનવ ગોહિલ

માનવ ગોહિલ


સ્ટાર પ્લસ પર શરૂ થયેલી ‘શાદી મુબારક’માં લીડ કૅરૅક્ટર કરતા ગુજરાતી ઍક્ટર માનવ ગોહિલની જો કોઈ ઇચ્છા હોય તો એક જ છે અને એ છે મનોજ બાજપાઈ સાથે સ્ક્રીન શૅર કરવાની. હા, માનવ ગોહિલ મનોજ બાજપાઈનો જબરદસ્ત ફૅન છે. માનવે મનોજ બાજપાઈની ‘શૂલ’ ૨૦થી વધુ વખત જોઈ છે અને આજે પણ જો કોઈ ચૅનલ પર મનોજ બાજપાઈની ફિલ્મ આવતી હોય તો તે જોવા માટે બેસી જાય. માનવ કહે છે કે ‘હું મારી જાતને મનોજ બાજપાઈનો એકલવ્ય કહીશ. મારી કરીઅરની શરૂઆત હતી ત્યારે મેં મનોજ બાજપાઈને જબરદસ્ત ફૉલો કર્યા છે અને એનો મને ફાયદો પણ થયો છે. મારી ઇચ્છા છે કે લાઇફમાં એક વાર તેમની સાથે કામ કરું.’

માનવ ગોહિલને ગમે છે કે કોઈ તેને મનોજ બાજપાઈનો ડાઇહાર્ડ ફૅન ગણે. માનવ કહે છે, ‘દરેકની લાઇફમાં કોઈ એક એવું આઇડલ હોય જેને તમે ક્યારેય મળ્યા ન હો કે કામ ન કર્યું હોય એ પછી પણ તેનું કામ તમારે માટે પ્રેરણા બનીને રહે. મનોજ બાજપાઈના દરેક પર્ફોર્મન્સે મને પ્રેરણા આપી છે. મારો મૂડ ન હોય એવા સમયે પણ જો મને મનોજસરની ફિલ્મ જોવા બેસાડી દો તો મારો મૂડ સારો થઈ જાય.’


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2020 07:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK