‘ક્યું કી સાસ ભી કભી બહુ થી’થી ફેમસ થયેલો અમીત સરીન અને તેની ફેમિલીને કોરોના થયો છે. તે હાલમાં પરિવાર સાથે લૉસ એન્જલસમાં રહે છે. અમીત સરીન ‘નિશા ઔર ઉસકે કઝીન’ અને ‘પવિત્ર રિશ્તા’ માટે પણ જાણીતો છે. તેની ફેમિલીમાં તેની વાઇફ વિનીશા અને બે બાળકો છે. અમીત થોડા વર્ષોથી લૉસ એન્જલસમાં શીફ્ટ થઈ ગયો છે. તેણે થોડા સમય પહેલા જ ‘ટાઇગર હાર્ટ’ નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. કોરોના વાઇરસ થયો હોવાની માહિતી આપતાં અમીત કહ્યું હતું કે ‘વિનીશા, બાળકો અને હું છ દિવસ અગાઉ કોરોના પૉઝિટિવ બન્યા છીએ. શરૂઆતમાં તો માનસિક રૂપે તણાવ અનુભવતો હતો, પરંતુ સારી બાબત એ છે કે અમને એનાં ઓછા લક્ષણો છે. અમે તરત જ વિટામીન સી, ડી અને ઝીન્ક લેવાનું શરૂ કર્યુ હતું. અમે ભરપૂર માત્રામાં પાણી અને ફ્રેશ શાકાહારી ભોજન લેવાનું શરૂ કરી દીધુ છે. એનાંથી આ વાઇરસનો સામનો કરવામાં અમને તાકત મળશે. વેક્સીન વગર જ અમારા શરીરમાં એન્ટિબોડીઝ ડેવલપ થઈ છે. અમારાથી અન્ય લોકોને હાની પહોંચશે નહીં. જોકે અમે એનાં તરફ દુર્લક્ષ નહીં કરીએ. અમે પૂરતી સાવચેતી લેતા માસ્ક પહેરીએ છીએ, સતત હાથ ધોઈએ છીએ અને જ્યાં સુધી વેક્સિન લગાવવામાં નહીં આવે ત્યાં સુધી સોશ્યલ ડિસ્ટન્સિગનું પણ પાલન કરવાનાં છીએ. અમારુ રોજનુ રૂટીન એ જ છે, જે અમે આ મહામારીનાં 8 મહિનાઓથી કરતા આવ્યા છીએ. અમે વધુ સમય સાથે જ પસાર કરીએ છીએ.’
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST