બોલીવુડ એક્ટ્રેસ કાજોલ ફરી એકવાર બૉક્સ ઑફિસ પર પોતાનો જલવો વિખેરવા તૈયાર છે. આ વખતે કાજોલ પોતાની ફિલ્મ ત્રિભંગામાં ધૂમ મચાવતી જોવા મળશે. આ ફિલ્મનું ટિઝર તાજેતરમાં લૉન્ચ થયું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું અને આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કાજોલ ફરી પોતાની એક્ટિંગથી ઇમ્પ્રેસ કરી શકે છે. ફિલ્મના ટ્રેલર સિવાય અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા પર શૅર કરતા લખ્યું છે કે બધાં પરફેક્ટ નથી હોતા. આ ફિલ્મ 15 જાન્યુઆરીતી નેટફ્લિક્સ પર જોઇ શકાશે.
આ ફિલ્મમાં કાજોલની સાથે મિથિલા પાલકર, તનવી આઝમી અને કુણાલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને જોઇને ખબર પડે છે કે આ એક ફેમિલી ડ્રામા છે. જેને રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે. જ્યારે અજય દેવગને પ્રૉડ્યૂસ કરી છે.
Nobody is perfect. #Tribhanga, premieres 15 January, only on Netflix.https://t.co/cLs3KglvT3@itsKajolD @ADFFilms @Banijayasia @deepak30000 @NegiR @AlchemyFilms @sidpmalhotra @ParagDesai @mipalkar @renukash @ikunaalroykapur @Meena_Iyer @KumarMangat @NetflixIndia
— Ajay Devgn (@ajaydevgn) January 4, 2021
જણાવવાનું કે રેણુકાએ આ ફિલ્મની જાહેરાત 2018માં જ કરી દીધી હતી. જ્યારે ફિલ્મનું શૂટ વર્ષ 2019માં શરૂ થયું હતું. આ ફિલ્મમાં કાજોલ ઘણાં સમય પછી લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે.
દીકરીના જન્મ બાદ હું મારી મમ્મીને બરાબર સમજી શકી હતી: કાજોલ
17th January, 2021 16:42 ISTસારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ
15th January, 2021 17:24 ISTજે વસ્તુઓ ફૅટ દેખાડે એને ઇગ્નોર કરે છે કાજોલ
14th January, 2021 14:29 ISTઆવનારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે આપણે આત્મવિશ્વાસી બનવંં પડશે: કાજોલ
10th January, 2021 17:18 IST