થ્રી-ડી હૉરર ઇઝ હૉટ

Published: 7th September, 2012 05:42 IST

આગામી ત્રણ મહિનામાં રાઝ ૩, મુંબઈ ૧૨૫ કિમી અને ભૂત રિટન્ર્સ એમ ત્રણ ફિલ્મો થ્રી-ડીમાં રિલીઝ થવાની છે

હાલમાં બૉલીવુડમાં થ્રી-ડી હૉરરનો ફીવર ચાલી રહ્યો છે એમ કહીએ તો ચાલે, કેમ કે ત્રણ થ્રી-ડી હૉરર ફિલ્મો રિલીઝ થવાની કતારમાં છે. વિક્રમ ભટ્ટની ‘રાઝ ૩’, હેમંત મધુકરની ‘મુંબઈ ૧૨૫ કિમી’ અને રામગોપાલ વર્માની ‘ભૂત રિટન્ર્સ’ આગામી મહિનાઓમાં રિલીઝ થવાની છે. જીવ તાળવે ચાંટી જાય એવી થ્રિલ અનુભવવાની અને ડરવા-ડરાવવાની જાણે સીઝન આવી હોય એવું લાગે છે.

ગયા વર્ષે વિક્રમ ભટ્ટની હૉરર મૂવી ‘હૉન્ટેડ’થી થ્રી-ડીનો ક્રેઝ શરૂ થયો હતો. ફિલ્મ પણ સફળ થયેલી. હવે તેની બિપાશા બાસુ, ઇમરાન હાશ્મી અને ઈશા ગુપ્તાને ચમકાવતી ‘રાઝ ૩’ પણ થ્રી-ડી છે. એ પછી હેમંત મધુકરની વેદિતા પ્રતાપ સિંહ, કરણવીર બોહરા અને પાકિસ્તાની ઍક્ટ્રેસ વીના મલિકને ચમકાવતી ખૂબ વિવાદાસ્પદ એવી ‘મુંબઈ ૧૨૫ કિમી’ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. આ ફિલ્મની વિશેષતા એ છે કે આ ફિલ્મ પણ આખી સ્ટિરિયોસ્કોપિક થ્રી-ડીમાં જ શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલી એવી ફિલ્મ હશે જે રાતના સમયે રિયલ થ્રી-ડી ફૉર્મેટમાં શૂટ થઈ હોય. એટલે દર્શકોને હૉલીવુડની ફિલ્મ ‘અવતાર’ જેવી જ ફીલ આવશે.

રામુની મનીષા કોઇરાલાને લઈને બનાવવામાં આવેલી ‘ભૂત રિટન્ર્સ’ પણ થ્રી-ડી ફિલ્મ છે, એ પણ સંપૂર્ણપણે જુદા જ ફૉર્મેટમાં શૂટ થયેલી છે.

થ્રી-ડી = થ્રી-ડાઇમેન્શનલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK