Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આતા 'સિંબા' ચી સટકલી, લગ્ન પછી રણવીર સિંહનો ધમાકો

આતા 'સિંબા' ચી સટકલી, લગ્ન પછી રણવીર સિંહનો ધમાકો

28 December, 2018 06:00 PM IST |

આતા 'સિંબા' ચી સટકલી, લગ્ન પછી રણવીર સિંહનો ધમાકો

રણવીર સિંહનો 'સિમ્બા' લુક

રણવીર સિંહનો 'સિમ્બા' લુક


રોહિત શેટ્ટી સિંઘમનો નવો અવતાર 'સિમ્બા' લઈને આવી રહ્યા છે. અજય દેવગને સિંઘમ દ્વારા દર્શકોને મનોરંજન કરાવ્યું છે. હવે રણવીર સિંહના રૂપમાં સિમ્બા સાથે ફરી એકવાર ધમાલ કરવા રોહિત શેટ્ટી તૈયાર છે. રણવીર સિંહની આગામી ફિલ્મ 'સિમ્બા'નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે.

કરણ જોહરના પ્રોડ્ક્શન અને રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ સિમ્બામાં રણવીર સિંહ સાથે સારા અલી ખાન અને સોનુ સૂદ પણ જોવા મળશે.



આ ફિલ્મ સિંઘમનો નવો અવતાર માનવામાં આવી રહી છે. રોહિત શેટ્ટી વર્ષ 2011માં અજયને સિંઘમના રૂપમાં એક સિરિયસ પોલીસવાળાના અવતારમાં લઈને આવ્યા હતાં. જેના 3 વર્ષ પછી તેની જ સિક્વલ સિંઘમ રિટર્ન્સ ફિલ્મ આવી હતી. હવે રોહિત શેટ્ટી સિંઘમની જ વાર્તાને આગળ વધારતા સિમ્બા સાથે તૈયાર છે. રોહિતના નવા પોલીસવાળામાં કેટલો દમ છે એતો ફિલ્મ રિલીઝ થતા જ ખ્યાલ આવશે.


રણવીર સિંહ સિમ્બામાં મિજાજથી ખડૂસ નહી પણ મૂડી તરીકે દર્શાવવામાં આવ્યો છે. આશરે 2 મિનિટ 34 સેકન્ડના ટ્રેલરમાં અજય જ સૂત્રધાર તરીકે આ સ્ટોરીને આગળ વધારી રહ્યા છે. સિંઘમાં અજય દેવગણનું પાત્ર જેટલું ગંભીર હતું, સિમ્બામાં રણવીરસિંઘનું પાત્ર એટલું જ મજાકીયું છે. રણવીરની આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે.


સિમ્બા 28 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. સિમ્બા એક ભાલેરાવ નામનાં એક પોલીસવાળાની કહાની છે. જેમા જબરદસ્ત એક્શન સાથે કોમેડી પણ છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ટેમ્પરની હિન્દી રિમેક છે. ટેમ્પરમાં જૂનિઅર એનટીઆરે લીડ રોલ નિભાવ્યો છે. સિમ્બામાં રણવીર સિંહ સાથે સારા અલી ખાન છે. સિમ્બાના ટ્રેલરના માત્ર 4 દિવસ પછી ફિલ્મ કેદારનાથ સાથે સારા અલી ખાન ડેબ્યુ કરી રહી છે.

રણવીરની આ વર્ષની છેલ્લી ફિલ્મ હશે. આ ફિલ્મ બાદ આલિયા સાથે ગલ્લી બોયમાં જોવા મળશે. રણવીર ક્રિકેટ વર્લ્ડ કપની સ્ટોરી પર બની રહેલી કબીર ખાનની ફિલ્મમાં પણ જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2018 06:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK