Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી ગયું 'ચીલઝડપ'નું ટ્રેલરઃ એક્શન, સસ્પેન્સ અને થ્રિલથી છે ભરપૂર

આવી ગયું 'ચીલઝડપ'નું ટ્રેલરઃ એક્શન, સસ્પેન્સ અને થ્રિલથી છે ભરપૂર

12 August, 2019 01:04 PM IST | મુંબઈ

આવી ગયું 'ચીલઝડપ'નું ટ્રેલરઃ એક્શન, સસ્પેન્સ અને થ્રિલથી છે ભરપૂર

આવી ગયું 'ચીલઝડપ'નું ટ્રેલર

આવી ગયું 'ચીલઝડપ'નું ટ્રેલર


ધોળે દિવસે મુંબઈની એક બેન્કમાંથી થાય છે લૂંટ..અને શરૂ થાય છે તેની તપાસ..લૂંટ કોણે કરી? કેવી રીત તેને અંજામ આપ્યો? કોણ-કોણ સામેલ હતા આ લૂંટમાં? લૂંટ પાછળ શું ઈરાદો છે? બસ આ જ તો એ સવાલો છે જેના તમને ફિલ્મ ચીલઝડપ જોઈને જવાબ મળશે. અને આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે.

ટ્રેલરની શરૂઆત જીમિત ત્રિવેદીના વોઈસ ઑવરથી થાય છે. અને તેઓ જ શરૂ કરે છે સ્ટોરી 'ધ ગેન્ગસ્ટર.' જેમાં એક્શન છે. ધમાલ છે. સ્ટંટ છે. પોલીસ છે. ગુનેગાર છે. અને તેની આસપાસ ગુંથાયેલી છે કહાની. રહસ્યોથી ભરેલી કહાની. ફિલ્મમાં ટ્વિસ્ટ પણ છે અને દાવપેચ પણ. ખૂન પણ થાય છે અને કૉમેડી પણ. ઈન શોર્ટ ફિલ્મ એક કમ્પ્લીટ એન્ટરટેઈનર લાગી રહી છે.

આ છે ફિલ્મની કાસ્ટ
જીમિત ત્રિવેદીની સાથે આ ફિલ્મમાં જાણીતા અભિનેતા રાગી જાની અન હરિક્રિષ્ન દવે, જીતેન્દ્ર ઠક્કર પણ છે. તો આ ફિલ્મમાં સાવધાન ઈન્ડિયા ફેમ સુશાંતસિંહ પણ દેખાશે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જાણીતા ગુજરાતી નાટક પરથી બની રહી છે. ચીલઝડપ એક થ્રીલર કોમેડી ફિલ્મ છે. જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ અને સિધપુરમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ જુઓઃ જાણો ભારતને અંતરિક્ષનો રસ્તો બતાવનારા વિક્રમ સારાભાઈની 5 ખાસ વાતો



ન ચૂકતા મોકો!
વાતોમાં રહસ્ય છે ને રહસ્ય પાછળ લોકો,
ભેગા મળી સહુ છલ કરશે કે, મારશે મળીને ચોકો,
કોણ મરશે?, કોણ બચશે? કોને મળશે ધોકો!
'ચીલઝડપ' છે જવાબ આનો, તો ન ચુકો આ મોકો.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2019 01:04 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK