Total Timepass: જાણો તાહિરા કશ્યપે શું શૅર કર્યું? તૈમુર કોનો વેલેન્ટાઇન છે

Published: 15th February, 2021 11:31 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બૉલીવુડ સેલેબ્રિટીઝ શેમાં છે બિઝી? કોઇ પરણી રહ્યું છે તો કોઇએ પોતાના લાડકા વેલેન્ટાઇનનો ફોટો શૅર કર્યો.

જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે
જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે

સોશ્યલ મીડિયામાં છવાયેલા મૉડલ કેન્ડલ જેનરના ફોટોને ટાંકીને પોતાની જાતને પ્રેમ કરવાની સલાહ આપી તાહિરાએ...

tahira

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ફિલ્મમેકર તાહિરા કશ્યપે લોકોને સલાહ આપી છે કે પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના શરીરનો કેવો પણ આકાર હોય, પરંતુ એની પ્રશંસા કરો. તાજેતરમાં જ મૉડલ અને ટીવી રિયલિટી પર્સનાલિટી કેન્ડલ જેનરના ફોટો સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા છે. કેન્ડલે પોતાની બહેન કિમ કર્ડાશિયનની લૉન્જરી બ્રૅન્ડ માટે હૉટ ફોટોશૂટ કર્યું હતું. એને જોતાં તાહિરાએ પણ બાથરૂમ સેલ્ફી શૅર કર્યો છે. તેણે વાઇટ વેસ્ટ અને શૉર્ટ્સ પહેર્યાં છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાહિરાએ કૅપ્શન આપી હતી કે ‘કેન્ડલ અને તેનો નાનકડો કપડાનો ટુકડો ઇન્ટનેટ પર છવાઈ ગયાં છે. દરેક મહિલાની જેમ મને પણ એ વાતનું આશ્ચર્ય છે કે આવાં દેખાવું કઈ રીતે શક્ય છે. બેલી બટન કામોત્તેજક છે. નાના બાળકને લગાવવામાં આવતું એક કાલા ટિકા જેવું એ દેખાઈ રહ્યું છે. મને એ નથી સમજાતું કે કપડાનો એક નાનકડો ટુકડો કઈ રીતે શરીરના અગત્યના એ ભાગને ઢાંકી શકે. એથી આ મારો વાસ્તવિકતા સમજવાનો અને આંકવાનો સમય હતો. મેં જે જોયું એને લઈને શું વિચારું છું? મેં આ ૬૯ કિલોની મહિલા જોઈ (જેમાંથી ૪ કેન્ડલ જેવી બની શકે) જેના સ્ટ્રૉન્ગ અવયવો હતા અને પોતાનાં પેટ, પોતાની દીકરી અને દીદીને બચાવતી વખતે જે ઘાવ પડ્યા એ નિશાન જોયાં હતાં. તેણે લિફ્ટનું સેન્સર બંધ પડી જતાં લિફ્ટના દરવાજા બંધ થવાના આરે હતા એ વખતે કૂદીને એ બધાંને બચાવ્યાં હતાં. આ બધાં મારા દીકરાની રાહ જોઈ રહ્યાં હતાં અને એ વખતે લિફ્ટ બંધ થવાની હતી. હું જિબ્રાલ્ટરના ખડકની જેમ અડીખમ ઊભી હતી. જેટલી પણ તાકાત હતી એ બધી લગાવીને મેં દરવાજા ઉઘાડ્યા અને ત્રણેયને એ સેન્સલેસ અને સેન્સરલેસ એલિવેટરમાંથી સલામત બહાર કાઢ્યાં હતાં. મને હીરો જેવી ફીલિંગ આવી હતી. સાથે જ આ ભારે વજન માટે આભારી પણ છું. જોકે એ વજનને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છું. સ્ટોરીનો ભાવાર્થ એ છે કે દરવાજા કામ ન કરતા હોય તો એના બંધ થવાની રાહ ન જોતા, પોતાની જાતને પ્રેમ કરો.’

પ્રી-વેડિંગ સેલિબ્રેશન?

dia

દિયા મિર્ઝા અને બિઝનેસમૅન વૈભવ રેખી પ્રી-વેડિંગ સેલિબ્રેટ કરતાં જોવા મળ્યાં છે. આ બન્ને જલદી જ લગ્ન કરી લે એવી શક્યતા છે. લગ્નમાં માત્ર નજીકના ફૅમિલી-મેમ્બર અને ફ્રેન્ડ્સને આમંત્રિત કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે દિયા અને વૈભવ લૉકડાઉન દરમ્યાન નજીક આવ્યાં હતાં. તાજેતરમાં જ બન્નેના પ્રી-વેડિંગ પાર્ટીના ફોટો વાઇરલ થયા છે. આ સેલિબ્રેશનમાં તેમના ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ થયા હતા. દિયાએ વાઇટ ડ્રેસ પહેર્યો હતો. દિયા અને વૈભવ બન્ને ડિવૉર્સી છે. જોકે લગ્ન વિશે બન્નેમાંથી કોઈએ માહિતી નથી આપી.

લોકોને આત્મનિર્ભર બનાવવા ઈ-રિક્ષા વિતરિત કરવાનું શરૂ કર્યું સોનુ સૂદે

sonu sood

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) સોનુ સૂદે લોકોને આત્મનિર્ભર બનાવવા ઈ-રિક્ષા આપવાની શરૂઆત કરી છે. જેમને ઈ-રિક્ષા મળી તેઓ ખૂબ ખુશ થઈ ઊઠ્યા છે. સોનુએ પોતાના પંજાબના મોગાથી આ નેક કામની શરૂઆત કરી છે. લૉકડાઉનમાં લોકોને નિઃસ્વાર્થભાવે તેણે જે મદદ કરી છે એનાથી તો સૌકોઈ વાકેફ છે. હવે જરૂરતમંદોને પગભર કરવા માટે તેણે ઈ-રિક્ષાની ભેટ આપી છે. એ વિશે સોનુએ કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશથી બિહાર, ઝારખંડ, ઓડિશા અને અનેક રાજ્યોમાં આ ઈ-રિક્ષા વિતરિત કરવાની મારી યોજના છે. હાલમાં મેં મારા ગૃહનગર મોગા પંજાબથી એની શરૂઆત કરી છે. મારી ઇચ્છા છે કે લોકો આત્મનિર્ભર બને, જેથી તેઓ જાતે આવક રળી શકે. મહામારી બાદ તો અનેક લોકો બેરોજગાર બન્યા છે. ઈ-રિક્ષા એવા લોકોને મદદ કરી શકશે. મારી સૌને અપીલ છે કે પૈસાનો દુરુપયોગ ન કરતાં અને નાહકના ખર્ચા કરવા કરતાં જરૂરતમંદ લોકોને ઈ-રિક્ષા આપો જેથી તેઓ પોતાના પરિવારને મદદ કરી શકે.’

આ છે સારાની ફૅન મોમેન્ટ

sara

સારા અલી ખાન માટે તેલુગુ સ્ટાર વિજય દેવરાકોન્ડાને મળવુ ફૅન મોમેન્ટ સમાન છે. સારાએ વિજય સાથેનો ફોટો શૅર કર્યો છે. બન્નેનાં ચહેરા પર ખુશી છલકાઈ રહી છે. આ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ફૅન મોમેન્ટ.

વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે દીકરા અને હસબન્ડ પર પ્રેમ વરસાવ્યો કરીનાએ

taimur

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) કરીના કપૂર ખાને વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે દીકરા તૈમુર અને હસબન્ડ સૈફ અલી ખાન માટે પોતાની લાગણી વ્યક્ત કરી છે. કરીના બીજા બાળકની રાહ જોઈ રહી છે. તેની ડિલિવરી ટૂંક સમયમાં થવાની છે. જોકે કરીના અને સૈફે લોકોને અને મીડિયાને આવનાર બાળકની પ્રાઇવસી માટે વિનંતી પણ કરી છે. તૈમુરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘તું મારી જેમ પાઉટ કરે છે એટલા માટે નહીં પરંતુ તું તો મારો ઇટરનલ વૅલેન્ટાઇન છે. મારા દિલની ધડકન.’

kareena

તો સાથે જ હસબન્ડ સૈફ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘તારી મૂછો હોવા છતાં પણ મેં તને પ્રેમ કર્યો છે. મારો હંમેશાંનો વૅલેન્ટાઇન.’

પ્રભાસની રાધે શ્યામ થશે ૩૦ જુલાઈએ રિલીઝ

radhe-shyam

હૈદરાબાદ : (પી.ટી.આઇ.) પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર રોમૅન્ટિક-ડ્રામા ‘રાધે શ્યામ’ આ વર્ષે ૩૦ જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મને રાધા ક્રિષ્ન કુમારે ડિરેક્ટ અને ટી-સિરીઝે પ્રેઝન્ટ કરી છે. સોશ્યલ મીડિયામાં આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, કુણાલ રૉય કપૂર અને સત્યન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રભાસે કૅપ્શન આપી હતી કે પ્રેમના દિવસને ‘રાધે શ્યામ’ની ઝલક સાથે સેલિબ્રેટ કરીએ.

આ ફિલ્મની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટી-સિરીઝે કૅપ્શન આપી હતી કે ‘આ વૅલેન્ટાઇન્સ ડે ચાલો પ્રેમને એક મોટી જાહેરાત સાથે સેલિબ્રેટ કરીએ. ‘રાધે શ્યામ’ ૩૦ જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ થશે.’

વિરાટને ફોરેવર વૅલેન્ટાઇન જણાવ્યો અનુષ્કાએ

virat anushka

મુંબઈ : અનુષ્કા શર્માએ હસબન્ડ વિરાટ કોહલીને હંમેશાં માટેનો વૅલેન્ટાઇન જણાવ્યો છે. અનુષ્કાએ ૧૧ જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો છે. તેનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે સૂર્યાસ્તની સામે બન્નેનો રોમૅન્ટિક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘કંઈ ખાસ સેલિબ્રેશન નથી કરવાનાં, પરંતુ આ અગત્યના દિવસે સનસેટવાળો આપણો ફોટો શૅર કરું છું. મારો દરરોજનો, હંમેશાંનો અને આજીવનનો વૅલેન્ટાઇન.’

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે રણદીપ હુડા અને ઉર્વશી રાઉતેલાએ કરી મુલાકાત

randeep urvashi

નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) રણદીપ હુડા અને ઉર્વશી રાઉતેલાએ ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ સાથે ખાસ મુલાકાત કરી હતી. રણદીપ અને ઉર્વશી લખનઉમાં વેબ-સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’નું શૂટિંગ કરી રહ્યાં છે. આ શોના ડિરેક્ટર નીરજ પાઠક અને પ્રોડ્યુસર રાહુલ મિત્રાએ પણ સીએમ યોગી સાથે મુલાકાત કરી હતી. આ વેબ-સિરીઝની સ્ટોરી યુપીમાં ઘટેલી સત્યઘટનાઓ પર આધારિત છે. આ ખાસ મુલાકાત દરમ્યાન સીએમ યોગીએ આશ્વાસન આપ્યું હતું કે રાજ્યમાં થનાર શૂટિંગમાં કોઈ પણ પ્રકારની તકલીફ સેલિબ્રિટીઝને થશે નહીં. યુપીની સરકાર પૂરતો સાથ-સહકાર આપશે. સાથે જ ઉત્તર પ્રદેશમાં વધુમાં વધુ શૂટિંગ કરવામાં આવે એવી પણ અપીલ કરી છે. આ મુલાકાત દરમ્યાન ગ્રેટર નોએડામાં બનનાર ફિલ્મસિટીના પ્રોજેક્ટ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK