Total Timepass: દિયા-વૈભવએ કર્યાં લગ્ન, જુઓ સિદ્ધાંતનો યુધરાનો ફર્સ્ટ લુક

Published: 16th February, 2021 09:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

બૉલીવુડ સેલેબ્રિટીઝ શેમાં છે બિઝી? કોઇ પરણી રહ્યું છે તો આ છે સિદ્ધાંતનો યુધરાનો ફર્સ્ટ લુક

જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે
જાણો બૉલીવુડમાં શું ચાલી રહ્યું છે

શાહરુખના પ્રોડક્શનની ફિલ્મ ડાર્લિંગ્સનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરશે આલિયા

alia-09

‘ડિયર ઝિંદગી’ બાદ આલિયા ભટ્ટ હવે શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’માં જોવા મળવાની છે. મા-દીકરીની સ્ટોરી દેખાડતી આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મમાં આલિયાની મમ્મીની ભૂમિકામાં શેફાલી શાહ દેખાશે. મા-દીકરીની વિચિત્ર સ્ટોરી દેખાડતી આ ફિલ્મમાં વિજય વર્મા અને રોશન મૅથ્યુ પણ જોવા મળશે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે મા-દીકરી જીવનમાં પાગલપનથી ભરેલી સ્થિતિઓમાંથી પસાર થાય છે. એક મિડલ ક્લાસ ફૅમિલીના બૅકડ્રૉપ પર સ્ટોરી છે. એ દરમ્યાન તેમને સાહસ અને પ્રેમ મળી જાય છે. આ ફિલ્મને પૂરી રીતે શાહરુખ પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી આલિયાને ખૂબ પસંદ પડી એથી તેણે તરત ફિલ્મ માટે હામી ભરી દીધી હતી. આ ફિલ્મ દ્વારા જસમીત કે. રેને ડિરેક્શનમાં હાથ અજમાવશે. તેણે આ અગાઉ અનેક ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. સાથે જ ‘ફોર્સ 2’, ‘ફન્ને ખાં’ અને ‘પતિ, પત્ની ઔર વો’ જેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી છે. ફિલ્મનું શૂટિંગ વહેલાસર શરૂ કરીને એને આ વર્ષે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. હાલમાં તો ફિલ્મનુંપ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. શાહરુખની ટીમ અનેક ફિલ્મો પર કામ કરી રહી છે. શાહરુખ હાલમાં ‘પઠાન’નું શૂટિંગ કરી રહ્યો છે. એવી શક્યતા છે કે ‘પઠાન’ બાદ રાજકુમાર હીરાણીની સોશ્યલ-કૉમેડીમાં શાહરુખ જોવા મળશે.

aftab

નીરજ પાન્ડેની સ્પાય-થ્રિલર સ્પેશ્યલ ઑપ્સ 1.5માં આફતાબ જોવા મળશે

નીરજ પાન્ડે અને ફ્રાઇડે સ્ટોરી ટેલર્સની સ્પાય-થ્રિલર ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5...ધ હિમ્મત સ્ટોરી’માં આફતાબ શિવદાસાણી જોવા મળશે. ‘સ્પેશ્યલ ઑપ્સ’ બાદ આ સ્પેશ્યલ ઑપ્સ યુનિવર્સની આગામી રજૂઆત છે. સ્પેશ્યલ ઑપ્સ યુનિવર્સ દ્વારા પહેલી વખત એક અનોખી અવધારણા ભારતમાં લાવવામાં આવી છે. ‘સ્પેશ્યલ ઑપ્સ’ના હિમ્મત સિંહને લોકોએ આપેલો રિસ્પૉન્સ અને એમાં પ્રોડ્યુસર્સની રુચિને જોતાં તેમણે 1.5ની જર્ની શરૂ કરી છે. આ ન તો પ્રીક્વલ છે ન તો સીક્વલ છે. હિમ્મત સિંહની સ્ટોરી પર વધુ પ્રકાશ પાડવામાં આવશે. એનું શૂટિંગ કે. કે. મેનન અને આફતાબે શરૂ કરી દીધું છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં આફતાબે કહ્યું હતું કે ‘નીરજ પાન્ડે જેવા ફિલ્મ નિર્માતા અને તેમના બૅનર ફ્રાઇડે સ્ટોરી ટેલર્સની સાથે કામ કરવું મારા માટે મોટી વાત છે. સ્પેશ્યલ ઑપ્સ યુનિવર્સમાં સામેલ થઈને હું રોમાંચિત અનુભવું છું. એક દર્શક તરીકે મેં એ શોને ખૂબ એન્જૉય કર્યો અને હવે એની કાસ્ટના એક સદસ્ય તરીકે હું અનુભવ કરી રહ્યો છું.’

આફતાબની પ્રશંસા કરતાં નીરજ પાન્ડેએ કહ્યું હતું કે ‘ફ્રાઇડે સ્ટોરી ટેલર્સમાં આફતાબ શિવદાસાણીને સામેલ કરીને અમને અતિશય ખુશી થઈ રહી છે. ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’માં કલાકારોની ટીમમાં તેનો રોમાંચિત કરનારો
સમાવેશ છે. તેની સાથે કામ કરવા માટે તત્પર છીએ.’

dia-rekhi

દિયા મિર્ઝા-વૈભવ રેખીએ કર્યાં લગ્ન

દિયા મિર્ઝાએ બિઝનેસમૅન વૈભવ રેખી સાથે ગઈ કાલે લગ્ન કરી લીધાં છે. દિયાએ લાલ સાડી અને હેવી જ્વેલરી પહેરી હતી તો વૈભવે કુરતા-ચૂડીદારની સાથે નેહરુ જૅકેટ પહેર્યાં હતાં. સૌકોઈ તેમને અભિનંદન આપી રહ્યા છે. ટ્રેડિશનલ લુકમાં દિયા ખૂબ સુંદર દેખાઈ રહી હતી. તસવીર : શાદાબ ખાન

suniel

ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં બાળકોની ચિંતા થઈ રહી છે સુનીલ શેટ્ટીને

સુનીલ શેટ્ટીને ઇન્ડસ્ટ્રીમાં તેમનાં બાળકો અથિયા શેટ્ટી અને અહાનને લઈને ચિંતા થઈ રહી છે. સ્ટાર કિડ્સ, તેમની લાઇફ સ્ટાઇલ અને ડ્રગ્સમાં સંડોવણીને લઈને જે પ્રકારે ચર્ચા થાય છે એને લઈને સૌકોઈ વાકેફ છે. જોકે તેનું માનવું છે કે આ બધા મામલામાં તેનાં બાળકો સલામત છે. એ વિશે વધુ જણાવતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘મને મારાં બાળકોને લઈને ચિંતા નથી થતી. જોકે સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીમાં તેમને લઈને ચિંતિત છું. ઇન્ડસ્ટ્રીના દરેક બાળકને ‘ડ્રગી’ કહેવામાં આવે છે. અમે એવા નથી, અમે સારા લોકો છીએ. અમે સામાજમાં પણ સારા સ્થાને છીએ અને અમારી કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીને પણ સારી રીતે ભજવીએ છીએ. એ વિશે તો હું સ્પષ્ટવક્તા છું. હું સ્વચ્છ, સારા ફ્રેન્ડ્લી વાતાવરણને સપોર્ટ કરું છું.’

junaid

આમિર ખાનના દીકરા જુનૈદે પહેલી ફિલ્મ મહારાજાનું શૂટિંગ શરૂ કર્યું

આમિર ખાનના દીકરા જુનૈદ ખાને તેની પહેલી ફિલ્મ ‘મહારાજા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ કથિતરૂપે ૧૮૬૨ની એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. જુનૈદ એક જર્નલિસ્ટ કરસનદાસ મૂળજીના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે એક ન્યુઝપેપર કેટલાક ધર્મગુરુઓના મહિલા ભક્તો સાથેના અનૈતિક સંબંધોને ઉજાગર કરે છે. એને જોતાં એ ધર્મગુરુઓ એ ન્યુઝપેપર વિરુદ્ધ કેસ દાખલ કરે છે. જુનૈદના કામની શરૂઆત થતાં તેની બહેન ઈરા ખાન ખૂબ ખુશ થઈ ઊઠી હતી. જુનૈદને શુભેચ્છા આપતાં તેની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઈરા ખાને કૅપ્શન આપી હતી કે ‘જુનુ....આ કંઈ તેની પહેલી ભૂમિકા કે પહેલો શો નથી. કે પછી આ અમારા સાથેનું પહેલું નાટક પણ નથી. જોકે આજે તેના શૂટનો પહેલો દિવસ છે. મને આ ફોટો ખૂબ ગમે છે. તે છેલ્લાં થોડાં વર્ષોથી કામ કરે છે. જોકે તે મારા માટે નવો છે. તેણે મારા પ્લેમાં કામ કર્યું છે એથી હું તેના કરતાં આગળ છું. હું તેની નાની બહેન છું. તેનું પ્રોફેશનલિઝમ અસાધારણ છે. તેના માટે હું સુપર એક્સાઇટેડ છું.

તે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે એ માટે હું આતુર છું. તેણે મને ફિલ્મ વિશે માહિતી આપવાની ના પાડી છે. એ ખરેખર તકલીફ આપે છે. હું અંદરની વાત જાણવા માગું છું. હું સેટ પર જઈશ અને તેને શરમાવીશ અને તેને પજવીશ.’

yudhara

આ છે સિદ્ધાંતનો યુધરાનો ફર્સ્ટ લુક

રોમૅન્ટિક-ઍક્શન થ્રિલર ‘યુધરા’માં સિદ્ધાંત ચતુર્વેદીનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફરહાન અખ્તરના પ્રોડક્શનમાં બની રહેલી અને ડિરેક્ટર રવિ ઉદયાવરની આ ફિલ્મમાં સિદ્ધાંતની સાથે માલવિકા મોહનન પણ લીડ રોલમાં જોવા મળશે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મમાં સ્ટ્રીટ ફાઇટ, હૅન્ડ ટુ હૅન્ડ કૉમ્બેટનો અનુભવ લોકોને મળશે. પોસ્ટરમાં સિદ્ધાંત કદી ન જોયો હોય એવા અવતારમાં દેખાઈ રહ્યો છે. ૨૦૨૨માં રિલીઝ થનારી આ ફિલ્મમાં સિદ્ધાંત અને માલવિકાની જોડી પહેલી વખત ઑન-સ્ક્રીન જોવા મળશે. ફિલ્મની જાહેરાત ટ્વિટર પર કરતાં ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ટ્વીટ કર્યું હતું કે ‘કરને સબકા ગેમ ઓવર, આ રહા હૈ ‘યુધરા’. ૨૦૨૨ના સમરમાં ફિલ્મ રિલીઝ થશે.’ સાથે જ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરતાં એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ટ્વીટ કર્યું હતું કે ‘મૃત્યુ તેના માટે કોઈ નવી વાત નથી. તે યુદ્ધ માટે બનેલો વ્યક્તિ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK