Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ધમાલ ફિલ્મે કમાણીમાં પણ કરી ધમાલ, જાણો કેટલા કરોડનો વકરો કર્યો

ટોટલ ધમાલ ફિલ્મે કમાણીમાં પણ કરી ધમાલ, જાણો કેટલા કરોડનો વકરો કર્યો

12 March, 2019 06:43 PM IST |

ટોટલ ધમાલ ફિલ્મે કમાણીમાં પણ કરી ધમાલ, જાણો કેટલા કરોડનો વકરો કર્યો

ટોટલ ધમાલ ફિલ્મે કમાણીમાં પણ કરી ધમાલ

ટોટલ ધમાલ ફિલ્મે કમાણીમાં પણ કરી ધમાલ


અજય દેવગણ, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની વાઈલ્ડ લાઈફ એડવેન્ચર કોમેડી ટોટલ ધમાલે 200 કરોડની કમાણી પૂરી કરી છે. ટોટલ ધમાલે ઈન્ડિયા અને ઓવરસીઝની ગ્રોસ ઈનકમને આધારે જાહેર કરવામાં આવ્યા છે. ડિરેક્ટર ઈન્દ્ર કુમારની ટોટલ ધમાલે રિલીઝના 18માં દિવસે 1 કરોડ 40 લાખની કમાણી કરી હતી. સોમવારે ટોટલ ધમાલની કમાણીમાં ઘટાડો થયો છે. જો કે ફિલ્મની અત્યાર સુધી ભારતમાં ગ્રોસ કલેક્શન 167 કરોડ 54 લાખ રુપિયા પહોચ્યું છે અને ઓવરસીઝ ગ્રોસ ઈનકમ 43.32 કરોડ રુપિયા હતી.ટોટલ ધમાલની કુલ ગ્રોસ આવક 200થી વટાવીને 210.86 કરોડ પહોંચી ગઈ છે.

ટોટલ ધમાલે પહેલા સપ્તાહમાં 94.55 કરોડની કમાણી કરી હતી જ્યારે બીજા સપ્તાહમાં 38.05 લાખની કમાણી કરી હતી. ત્રીજા સપ્તાહમાં પણ ટોટલ ધમાલે સારી કમાણી કરી હતી અને ફિલ્મે 8.41 કરોડનું કલેક્શન કર્યું હતું. ધમાલ ફિલ્મ વર્ષ 2007માં બની હતી, જે બાદ તેવી સિક્વલ ડબલ ધમાલ પણ બની હતી. આ વખતે ધમાલને ટોટલ કરવા માટે 90 થી 100 કરોડનો ખર્ચો થયો છે. ફિલ્મને દેશમાં 3700 અને ઓવરસીઝમાં 786 સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી છે.



આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરી પણ છે, જે પહેલા ભાગમાં પણ હતા. અને સાથે જૉની લીવર, સંજય મિશ્રા, બમન ઈરાની અને પિતોબાશ પણ છે. આ ફિલ્મમાં 50 કરોડ રૂપિયા માટે તમામ ભાગદોડ છે.મોટા પડદા પર પોતાના અભિનયથી દિલ જીતનારી જોડી માધુરી અને અનિલ કપૂર પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મમાં અનેક જાનવરો પણ છે અને તેને ભારતના રિયલ લોકેશન્સ પર શૂટ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2019 06:43 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK