ઉલ્ટા ચશ્માના સ્ટિકર્સની બોલબાલા વૉટ્સએપ પર પણ

Published: Mar 30, 2020, 17:25 IST | Rashmin Shah | Mumbai Desk

કોરોના દરમ્યાન ઘરની બહાર નહીં નીકળવા માટે સબ ટીવીના આ પોપ્યુલર શૉના સ્ટિકર્સ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે

સબ ટીવીના કોમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઓડિયન્સમાં પોપ્યુલર છે એનો વધુ એક પુરાવો અત્યારે કોરોના વેકેશન દરમ્યાન મળ્યો. સીરિયલના પ્રોડકશન હાઉસ દ્વારા બનાવવામાં આવેલા કોરોના અંતર્ગત સ્ટિકર્સ અત્યારે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે અને વૉટસએપ પર દેકારો સર્જી બેઠાં છે. સિરીયલના કેરેક્ટર્સ કોરોના સંબંધિત સલાહ આપી રહ્યા હોય એવા સ્ટિકર્સ અવૅરનેસ માટે પ્રોડકશન હાઉસ દ્વારા બનાવવામાં આવ્યા હતાં. એ બનાવવામાં આવ્યા ત્યાં સુધી તો એવું ધારવામાં નહોતું આવ્યું કે લોકોને એ પણ સીરિયલ જેવા જ ગમશે પણ બન્યું એવું જ. વોટસએપ અને સોશ્યલ મીડિયાના અન્ય હેન્ડલ પર તારક મહેતાના કૅરેક્ટરના આ સ્ટિકર્સ ધૂમ મચાવવા લાગ્યા. નીલા ટેલિફિલ્મસના આસિત મોદીએ કહ્યું હતું, ‘લોકોના અવેરનેસ માટે આ સ્ટેપ લીધું હતું. લોકોમાં જાગૃતિ આવે અને કોરોના સામે એ લડત આપે એવો જ અમારો હેતુ હતો.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK