અંજલિ બદલાઈ પણ તેના સ્વભાવનું શું?

Published: Sep 14, 2020, 21:07 IST | Rashmin Shah | Rajkot

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાની વાઇફ બદલાઈ ગઈ, પણ તારક મહેતા માટેના નિયમોનું લિસ્ટ હજી અકબંધ રહ્યું છે એ આ અઠવાડિયે જોવા મળશે

સબ ટીવીની લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તારક મહેતાની વાઇફ અંજલિએ જે રીતે સોસાયટીના રંગારંગ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યો એ જોઈને તારક મહેતા તેના પર આફરીન થઈ ગયા અને અંજલિનાં વખાણ કરવાનું શરૂ કરી દીધું. નૅચરલી અંજલિને પણ આ ગમી જ રહ્યું છે. આમાં ઉમેરો કરે છે ટપુસેના. ટપુસેના અંજલિઆન્ટીને સરપ્રાઇઝ આપવા ફૂડ-હૅમ્પર સાથે આવે છે અને અંજલિ તથા તારક મહેતાને એ ફૂડ-હૅમ્પર ગિફ્ટ આપે છે. હવે મુદ્દો અહીં એ ઊભો થાય છે કે અંજલિ મહેતાને તો એ ફૂડ-હૅમ્પરમાં આવેલી સ્વીટ્સથી લઈને ફરસાણ ખાવાની છૂટ છે, પણ તે તારક મહેતાને પરમિશન આપશે કે નહીં? તારક મહેતા એ માટે ટ્રાય શરૂ કરી દે છે અને તે ટપુસેનાનો પણ એમાં ઉપયોગ કરે છે. હવે જોવાનું એ છે કે તારક મહેતા પ્રત્યે અંજલિનો સ્વભાવ બદલાયો છે કે નહીં? હવે અંજલિ મહેતા તારકને ખાવા-પીવાની બાબતમાં છૂટ આપે છે કે નહીં? 

તારક મહેતા પાસે કોવિડ-19ના પિરિયડમાં પુષ્કળ ઑથેન્ટિક દલીલ છે, પણ આ દલીલની અસર કેવી થાય છે એ આ વીકના ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડમાં ખબર પડવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK