TMKOC: 'કોમલ ભાભી'એ જણાવી 'દયાબેન' વિશે આ અજાણી વાત, તમે પણ જાણો

Published: Aug 05, 2020, 16:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હાલમાં જ શૉનાં કોમલ ભાભીનો રોલ ભજવનારી અભિનેત્રી અંબિકા રંજનકરે એક વિશષ વાતચીતમાં જણાવ્યું કે તે દિશા વાકાણી એટલે કે દયાબેનને કેટલી યાદ કરે છે.

અંબિકા રંજનકર
અંબિકા રંજનકર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉએ હાલમાં જ ટીવી પર પાછી ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ટીઆરપીમાં પહેલા સ્થાન પર પહોંચી ગઈ છે. શૉ છેલ્લા 12 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. સાથે જ લૉકડાઉન બાદ એકવાર ફરીથી ફૅન્સનું મનોરંજન નવા એપિસોડ્સથી શરૂ થઈ ગયું છે. હાલમાં જ શૉનાં કોમલ ભાભીનો રોલ ભજવનારી અભિનેત્રી અંબિકા રંજનકરે એક વિશષ વાતચીતમાં જણાવ્યું કે તે દિશા વાકાણી એટલે કે દયાબેનને કેટલી યાદ કરે છે.

એમણે આગળ કહ્યું કે બધા કલાકારોની સાથે એક સીન શૂટ કરવાની યોજના હતી, જેમાં એક નાનો ઝઘડો અને બોલાચાલી થઈ જાય છે અને દિશા પોતાના મસ્તીભરેલા રોલની સાથે બધાને ચકિત કરી દે છે. પંરતુ હાલ અમે એ સીન છોડી દીધો છે કારણ કે આવા સંવાદોને ફક્ત દિશા જ ન્યાય આપી શકે છે.

અંબિકા રંજનકરે કહ્યું, 'દિશા અને મેં સાથે મળીને થિયેટર કર્યું છે. અમે એક નાટક કર્યું, જેમાં 350 શૉ સફળ રહ્યા. અમે 2008માં એક નાટક પણ કર્યું છે. મેં દિશા સાથે શાનદાર બોન્ડિંગ શેર કરી છે અને હું હજી પણ તેના સંપર્કમાં છું. અમે એને મિસ કરીએ છીએ. જ્યારે અમે એકસાથે એપિસોડ શૂટ કરતા હતા અને એક નાની બોલાચાલીનો સીન થાય છે ત્યારે દયા એ સીનને જીવંત કરી દે છે. હવે, જ્યારે પણ અમે શૂટ કરીએ છીએ ત્યારે અમે હંમેશાં ચર્ચા કરીએ છીએ કે હવે આ કામ કોણ કરશે? પણ હવે આવું કરવાનું અમે છોડી દીધું કારણકે અમે જાણીએ છીએ કે માત્ર દિશા જ આ સીન સાથે ન્યાય કરી શકે છે. દિશા ફક્ત એક કલાકાર નહીં, પણ એક સારી વ્યક્તિ પણ છે અને તેની પ્રતિબદ્ધતાઓ પણ છે. અમે આ નિર્ણયનો આદર કરીએ છીએ.

આ પણ વાંચો : હે મા માતાજી! જેઠાલાલને સોયકૉલોજિસ્ટ પાસે જવું પડશે? આ કેવો ટ્વિસ્ટ

શૉના 12 વર્ષ પૂરા થવા વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, 'અમને 12 વર્ષ પૂરા થયાં તે ખૂબ સારું લાગે છે. ચાહકો જ્યાં પણ જઈએ ત્યાં અમારા કામની પ્રશંસા કરે છે. અમે ફક્ત એમનું મનોરંજન કરી રહ્યા હતા, પરંતુ જ્યારે અમે ફૅન્સ સાથે વાત કરીએ છે ત્યારે અમને ખબર પડે છે કે એમાં કઈ-કઈ સારી વસ્તુઓ છે. કેટલીકવાર અમને આશ્ચર્ય થાય છે કે અજાણતામાં ઘણું કહેવામાં આવ્યું છે. આ એક સારી અનુભૂતિ છે અને જ્યારે અમે શરૂ કર્યું હતું ત્યારે અમે ક્યારે પણ સમજાયું નહીં કે અમે આટલા લાંબા સમય સુધી સાથે રહીશું.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK