Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કુકિંગ નથી આવડતું? ડોન્ટ વરી 'ધ મિસિંગ એપ્રન' કામ લાગશે

કુકિંગ નથી આવડતું? ડોન્ટ વરી 'ધ મિસિંગ એપ્રન' કામ લાગશે

04 June, 2020 09:38 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કુકિંગ નથી આવડતું? ડોન્ટ વરી 'ધ મિસિંગ એપ્રન' કામ લાગશે

કુકિંગ નથી આવડતું? ડોન્ટ વરી 'ધ મિસિંગ એપ્રન' કામ લાગશે


ટ્રાવેલિંગ, લાઇફસ્ટાઇલ અને કુકિંગને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ચૅનલ ટીએલસીના શો ‘ધ મિસિંગ એપ્રન’ને ઍક્ટર સાયરસ સાહુકાર અને શેફ અનન્યા બૅનરજી હોસ્ટ કરશે. શોની સૌથી ખાસ વાત જો કોઈ હોય તો એ છે કે આ શો જે કુકિંગ એક્સપર્ટ છે તેને જ કામ નથી લાગવાનો પણ જેને કુકિંગ આવડતું નથી કે પછી જે કુકિંગ શીખવા માગે છે તેને પણ ઉપયોગી થવાનો છે. સાયરસે કહ્યું હતું, ‘સાઠ દિવસના લૉકડાઉનમાં ખબર પડી કે ફૂડ બનાવતાં ન આવડતું હોય તો કેવી પરિસ્થિતિ ઊભી થાય. હું આ દિવસોમાં અનન્યા પાસેથી જે શીખી શકાય એ શીખ્યો અને એ જ સમયે મને સમજાયું કે કુકિંગ આવડવું જોઈએ. માસ્ટર શેફ બનવા માટે નહીં તો ઍટ લીસ્ટ તમને તમારા પૂરતું તો બનાવતાં આવડવું જ જોઈએ.’

સાયરસ આ દિવસો દરમ્યાન એવી પણ એક વરાઇટી શીખ્યો જેમાં માત્ર ત્રણ જ આઇટમનો ઉપયોગ કરવાનો હોય અને એવી વાનગી તૈયાર થતી હોય. સૌથી ફાસ્ટ બનતી વરાઇટી પણ ‘ધ મિસિંગ એપ્રન’માં બનાવતાં શીખવવામાં આવશે તો સાથોસાથ ઓછામાં ઓછાં ઇન્ગ્રીડિઅન્ટ્સથી બનતી વરાઇટી પણ ‘ધ મિસિંગ એપ્રન’માં શીખવવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 09:38 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK