ઇરફાને ઍક્ટિંગ છોડતાં મને અટકાવી હતી: ટિસ્કા ચોપડા

Published: May 08, 2020, 20:49 IST | Rachana Joshi | Mumbai

તેણે મને મારી લડત લડવા માટે યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું

ટિસ્કા ચોપડાએ જણાવ્યું હતું કે ઇરફાને તેને ઍક્ટિંગ છોડતાં અટકાવી હતી. ઇરફાનનું તાજેતરમાં જ મૃત્યુ થયું છે અને એ સૌના માટે એક શૉક સમાન છે. તેની સાથે જોડાયેલી યાદોને સૌકોઈ વાગોળી રહ્યું છે. ઇરફાનને લઈને ટિસ્કા ચોપડાએ કહ્યું હતું કે ‘હું 90ના દાયકામાં સ્ટ્રગલ કરી રહી હતી અને ખૂબ જ નિરાશ હતી. મારી મરજી મુજબનું કામ મને નહોતું મળતું તેથી ઍક્ટિંગ છોડવાનું મેં નક્કી કરી લીધું હતું. મને આજે પણ યાદ છે તિગ્માંશુ ધુલિયા અને ઇરફાન એ વખતે હાજર હતા. ઇરફાને કહ્યું હતું કે ‘દેખ લો કૈસે હાર માની રહી હૈ, ઍક્ટિંગ છોડ દેના હૈ? ઠીક હૈ, છોડ દે. લેકિન યાદ રખ, અપને તરીકે સે આગે બઢને કે લિએ, હિમ્મત ચાહિએ....ગટ્સ ચાહિએ ગટ્સ.’ તેણે મને મારી લડત લડવા માટે યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતું. તેની સાથે જ તિગ્માંશુ અને કેટલાક લોકોએ મને આગળ વધવા માટે પડકાર આપ્યો હતો. મારી કરીઅર માટે તે મદદગાર રહ્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK