જયા બચ્ચનને જોઈએ છે બ્રેક

Published: 15th October, 2012 05:43 IST

બિગ બીના બર્થ-ડેની તૈયારીને કારણે તેમને લાગ્યો છે બહુ થાકઆ વખતે બચ્ચનપરિવારે બહુ ધામધૂમથી અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા પરિવારે બહુ મહેનત કરી હતી અને તેમની આ મહેનત રંગ પણ લાવી હતી. આ બર્થ-ડે સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે ત્યારે હવે જયા બચ્ચન એક બ્રેક લઈને થોડો આરામ કરવા માગે છે, કારણ કે તેમને આ તૈયારીમાં બહુ થાક લાગ્યો છે. આને કારણે હવે તેઓ આગામી દુર્ગાપૂજા પહેલાં થાક ઉતારીને તાજાંમાજાં થઈ જવા માગે છે.

તાજેતરમાં વરલીમાં એક આર્ટ-શોમાં હાજરી આપવા આવેલાં જયાએ કહ્યું હતું કે ‘હું હવે આતુરતાથી દુર્ગાપૂજાની રાહ જોઈ રહી છું. જોકે એ પહેલાં મારે એક બ્રેક લેવો છે. હું થોડો સમય હિમાલય જઈને માત્ર મારી જાત સાથે થોડો સમય પસાર કરવા માગું છું. છેલ્લા ૧૦ દિવસ હું બહુ વ્યસ્ત હતી અને ઢગલાબંધ લોકોને મળી છું. મને એમાં બહુ મજા આવી હતી, પણ હવે હું મારી જાત સાથે થોડો સમય ગાળવા માગું છું.’

અમિતાભ બચ્ચનની બર્થ-ડે વિશે વિશે વાત કરતાં જયાએ કહ્યું હતું, ‘હું ઇચ્છું છું કે તેઓ હંમેશાં સ્વસ્થ રહે. મને તેમના સ્વાસ્થ્ય વિશેની ચિંતા સૌથી વધારે સતાવે છે. આખરે હેલ્થ ઇઝ વેલ્થ.’

વધુ વાંચો જયા બચ્ચન વિશેસુશીલ શિંદેને જયા બચ્ચનની માફી માંગવી પડી ...

તેન્ડુલકરને રાજ્યસભામાં જયા-રેખાની વચ્ચે ...

જયાએ રેખાને વેલકમ કહેવાનું સૌજન્ય પણ ન ...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK