ગુજરાતીને પ્રોફેશનલ સિંગર બનવાની તક આપી ટિપ્સએ

Published: Sep 03, 2020, 18:51 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ટિપ્સ મ્યુઝિકે યુટ્યુબ ચૅનલ પર કૉન્ટેસ્ટ શરૂ કરી અને ઑડિશન મંગાવવાનું શરૂ કર્યું

ગુજરાતીને પ્રોફેશનલ સિંગર બનવાની તક આપી ટિપ્સએ
ગુજરાતીને પ્રોફેશનલ સિંગર બનવાની તક આપી ટિપ્સએ

સિન્ગિંગ રિયલિટી શો તો પુષ્કળ ચાલે છે પણ ટિપ્સે ગુજરાતી સિંગર માટે ખાસ પ્લૅટફૉર્મ બનાવ્યું છે અને એ પ્લૅટફૉર્મ પર ગુજરાતી સિંગરને પ્રોફેશનલ સિંગર બનવાની તક પૂરી પાડી છે. અનેક સુપરહિટ ફિલ્મ અને મ્યુઝિક આલબમ આપી ચૂકેલી ટિપ્સ મ્યુઝિકે પોતાની યુટ્યુબ ચૅનલ પર કૉન્ટેસ્ટ શરૂ કરી છે અને ગુજરાતી સિંગરોને ઑડિશન મોકલવા માટે આહવાન આપ્યું છે. જે બેસ્ટ સિંગર પુરવાર થશે તેને લઈને કંપની સિંગલ સૉન્ગ લૉન્ચ કરશે તો સાથોસાથ કંપની એ સિંગરને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવાની તક મળે એ માટે પ્લૅટફૉર્મ પણ પૂરું પાડશે.

‘ગુજરાતી કલાકાર’ ટાઇટલ સાથે શરૂ કરવામાં આવેલી આ કૉન્ટેસ્ટની જ્યુરીમાં પૉપ્યુલર ગુજરાતી સિંગર અને જીગરા તરીકે જાણીતા થયેલા જિગરદાન ગઢવી, લોકગાયક કીર્તિદાન ગઢવી, બૉલીવુડમાં અનેક હિટ સૉન્ગ્સ આપી ચૂકેલી સિંગર પ્રિયા સરૈયા અને ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. કૉન્ટેસ્ટ શરૂ થઈ ગઈ છે અને કૉન્ટેસ્ટનો છેલ્લો દિવસ ૧પ સપ્ટેમ્બર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK