'અંખિયો સે ગોલી મારે'ની રીમેક પર શું વિચારે છે ગોવિંદાની દીકરી ટીના.....

Published: Nov 26, 2019, 20:28 IST | Mumbai Desk

ટીનાએ જણાવ્યું કે તેણે અત્યાર સુધી આ ગીત જોયું જ નથી. તેણે કહ્યું, હાલ હું મારા સેકેન્ડ વીડિયોને પ્રમોટ કરવામાં ઘણી વ્યસ્ત છું. મારા મિત્રો ઘણીવાર મને પૂછે છે અને ચોંકી ઉઠે છે કે આ ગીત તેણે જોયું જ નથી.

ફિલ્મ પતિ, પત્ની ઓર વોના ટ્રેલર લૉન્ચ થયા પછી તાજેતરમાં જ ફિલ્મનું ડાન્સ નંબર પણ રિલીઝ થયું. આ સૉન્ગ ગોવિંદા અને રવીના ટંડનના સૉન્ગ 'અંખિયો સે ગોલી મારે'નું નવું વર્ઝન છે. આ સૉન્ગને દર્શકો પાસેથી મિક્સ પ્રતિક્રિયાઓ મળી રહી છે. જ્યાં કેટલાક ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવ્યો છે તો કેટલાક લોકોએ આની આલોચના કરી છે અને ગોવિંદા અને રવીનાના ગીતને ક્લાસિક કહ્યું છે. આ સૉન્ગના નવા વર્ઝનમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે પણ જોઇ શકાય છે. તાજેતરમા જ ગોવિંદાની દીકરી ટીના આહુજાએ આ વિશે વાત કરી છે.

ટીનાએ જણાવ્યું કે તેણે અત્યાર સુધી આ ગીત જોયું નથી. તેણે કહ્યું કે, "હાલ હું મારા સેકેન્ડ વીડિયોને પ્રમોટ કરવામાં ખૂબ જ વ્યસ્ત છું. મારા મિત્રો ઘણીવાર મને આ વિશે પૂછે છે અને ચોંકી જાય છે કે મેં અત્યાર સુધી આ ગીત જોયું નથી. પણ હું શું કરું, મને મારા કામમાંથી નવરાશ જ નથી મળતી."

 
 
 
View this post on Instagram

Heer & Ranjha out for Promitions 💜✨ #Ranjha #Heer #Music #2019 #Trending #Song

A post shared by Tina Ahuja♡ (@tina.ahuja) onNov 24, 2019 at 5:00am PST

આ સિવાય તેણે ફિલ્મ કુલી નં.1 વિશે પણ વાત કરી. હકીકતે ગોવિંદા અને કરિશ્મા કપૂરની જાણીતી ફિલ્મ કુલી નં.1ની રીમેક પણ બની રહી છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન જેવા સિતારાઓ દેખાશે. ગોવિંદાની ફિલ્મ સિવાય વરુણ ધવનની ફિલ્મનું નિર્દેશન પણ ડેવિડ ધવને કર્યું છે. આ વિશે વાત કરતાં ટીનાએ કહ્યું, હું મારા કામ સિવાય મારા પિતા સાથે પણ કામ કરી રહી છું અને અમે બન્ને પોતાના કામમાં એટલા વ્યસ્ત છીએ કે આવી વાતો શૅર કરવાની તક જ નથી મળતી.

આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

તાજેતરમાં જ ટીનાનો મ્યૂઝિક વીડિયો રિલીઝ થયો
ટીનાએ આગળ કહ્યું, હું ઘણી વ્યસ્ત છું તો બાકી લોકો શું કરે છે, આ જોવાનો મને સમય જ નથી મળી રહ્યો. તો હજી સુધી અમારા ઘરે આ બાબતે વાત થઈ નથી. કારણકે હું ટ્રાવેલ કરતી હતી અને મારા પિતા વારાણસીમાં હતા તો અમારી વાત પણ નથી થઈ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ટીનાનો નવો વીડિયો રિલીઝ થયો છે. આ વીડિયોનું નામ રાંઝા છે અને આને રિગુલ કાલરા, લિલ ગોલૂ અને સુમિત સેઠીએ ગાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK