Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ટિકટૉક સ્ટાર વિશાલ પારેખ કરશે ડિજિટલ ડેબ્યૂ

ટિકટૉક સ્ટાર વિશાલ પારેખ કરશે ડિજિટલ ડેબ્યૂ

20 July, 2020 05:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટિકટૉક સ્ટાર વિશાલ પારેખ કરશે ડિજિટલ ડેબ્યૂ

વિશાલ પારેખ

વિશાલ પારેખ


અત્યારે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં બહુ મોટો ચેન્જ આવ્યો છે અને લોકો OTT પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં હોવાથી મેકર્સ પણ OTT પ્લેટફોર્મને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દર અઠવાડિયે ઓરીજન્લ કે પછી વૅબ સિરીઝની જાહેરાત કરતા જ હોય છે. આ જ પાર્શ્વભૂમિ પર ર્સ્ટાસ પણ OTT પ્લેટફોર્મને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. ફક્ત હિન્દી જ નહીં પણ ગુજરાતી ભાષાની વૅબ સિરીઝ અને ફિલ્મો પણ OTT પર રીલિઝ થઈ રહી છે. એક ગુજરાતી વૅબ સિરીઝ 'પ્રેમ પૂજા' પણ રીલિઝ થવા માટે તૈયાર છે. જેના દ્વારા ટિકટૉક સ્ટાર વિશાલ પારેખ કરશે OTT ડેબ્યૂ કરશે.

લવ સ્ટૉરી પર આધારિત ગુજરાતી વૅબ સિરીઝ 'પ્રેમ પૂજા' દ્વારા વિશાલ પારેખ ડિજિટલ ડેબ્યૂ કરશે. જેમાં તે કરણ ઉર્ફે પબજીની ભૂમિકા ભજવતો જોવા મળશે. તેનું કૅરેક્ટર ફની અને સાથે જ લાગણીશીલ પણ છે.



Prem Pooja


વૅબ સિરીઝ 'પ્રેમ પૂજા'માં વિશાલ પારેખની સાથે મૌલિક નાયક પણ છે

વિશાલ પારેખે કારર્કિદીની શરૂઆત જુનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. તે પ્રોફેશનલ ટ્રેઈન્ડ ડાન્સર છે. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર તેની ફૅન ફોલોઈંગ બહુ જબરજસ્ત છે. વિશાલ છેલ્લે કિંજલ દવેના ગુજરાતી આલ્બમ 'ભાઈ નો મેળ પડી ગયો'માં જોવા મળ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2020 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK