Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Virat Kohli દેખાશે ફિલ્મ ઝોયા ફેક્ટરમાં ? જુઓ વીડિયો

Virat Kohli દેખાશે ફિલ્મ ઝોયા ફેક્ટરમાં ? જુઓ વીડિયો

10 September, 2019 05:36 PM IST | મુંબઈ ડેસ્ક

Virat Kohli દેખાશે ફિલ્મ ઝોયા ફેક્ટરમાં ? જુઓ વીડિયો

ઝોયા ફેક્ટર

ઝોયા ફેક્ટર


સોનમ કપૂરની આગામી ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર' ક્રિકેટ અને નસીબ આધારિત છે. ફિલ્મમાં સોનમ એક એવી છોકરી ઝોયાનું પાત્ર ભજવે છે, જે ભારતીય ક્રિકેટ ટીમ માટે લકી ચાર્મ બની જાય છે. સોનમ આજકાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, હવે ધ ઝોયા ફેક્ટરના પ્રમોશનલ કેમ્પેનમાં ‘વિરાટ કોહલી’ જોડાઇ ગયા છે. જો કે તમે કન્ફ્યૂઝ થાવ એ પહેલા કહી દઈએ કે, આ વિરાટ કોહલી ભારતીય ટીમના કૅપ્ટન નથી, પણ ટિકટૉકવાળા છે.

સોનમ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક મજેદાર વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ટિકટૉક સ્ટાર ગૌરવ અરોરા દેખાય છે. ગૌરવ, વિરાટ કોહલીના ડુપ્લિકેટ છે અને આ વીડિયોમાં કોહલીનું જ પાત્ર ભજવતો દેખાય છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ ખેલાડી એક એક કરીને આઉટ થતા જાય છે અને પછી ડ્રેસિંગ રૂમમાં બેઠેલા વિરાટ (ગૌરવ)નો વારો આવે છે. તે ઉઠે છે, બેટ સંભાળે છે અને ઝોયાની તસવીરવાળા લૉકેટને ચૂમીને બહાર નીકળી જાય છે.




ઇન્ડિયન સ્કિપર વિરાટ કોહલીના આબેહૂબ દેખાવને કારણે ગૌરવ ટિકટૉક સ્ટાર બની ગયો છે અને જબરજસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. ધ ઝોયા ફેક્ટર સાથે ગૌરવના એસોસિએટ થયા પછી તેની લોકપ્રિયતાનો અંદાજ લગાડી શકાય છે.


આ પણ વાંચો : આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી

જો કે ગૌરવ ફક્ત ફિલ્મના પ્રમોશન સાથે જ જોડાયેલો છે, કારણ કે ફિલ્મમાં ક્રિકેટ ટીમના કૅપ્ટનનું પાત્ર દુલ્કર સલમાન ભજવે છે. ફિલ્મને અભિષેક શર્માએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મની સ્ટોરી અનુજા ચૌહાણની આ નામે આવેલી નૉવેલ પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 05:36 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK