તિગ્માંશુ ધુલિયાની યારા ઝીફાઈવ પર થશે રિલીઝ

Published: Jul 03, 2020, 22:05 IST | Mumbai Correspondence | Ahmedabad

ફ્રેન્ચ ફિલ્મની સત્તાવાર રિમેક ‘યારા’માં વિદ્યુત જામવાલ, અમિત સાધ, વિજય વર્મા, સંજય મિશ્રા અને શ્રુતિ હસન જેવા દમદાર કલાકારો જોવા મળશે

યારા
યારા

વિદ્યુત જામવાલ, અમિત સાધ, વિજય વર્મા અભિનિત ફિલ્મ ‘યારા’ સીધી ઓટીટી પ્લેટફૉર્મ ઝીફાઈવ પર રિલીઝ થશે. શ્રુતિ હસન અને સંજય મિશ્રા પણ દેખાવાના છે તે યારા એ ‘હાંસિલ’ અને ‘સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર’ ફેમ તિગ્માંશુ ધુલિયાએ લખી અને ડિરેક્ટ કરી છે. તેઓ પોતે પણ આ ફિલ્મમાં જોવા મળશે. ઉત્તર ભારતના બૅકડ્રૉપમાં બનેલી આ ફિલ્મમાં ચાર મિત્રોની મિત્રતા અને નેપાળ-ભારતની બોર્ડર પરના ઓપરેશન સહિતની ઘટનાઓ દર્શાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યારા એ ફ્રેન્ચ-ક્રાઈમ ડ્રામા ‘અ ગૅન્ગ સ્ટોરી’ની ઑફિશિયલ રિમેક છે અને
તિગ્માંશુ ધુલિયાએ તેને ભારતના બૅકડ્રૉપમાં ઢાળી છે. ફિલ્મની વાર્તા ‘ચોકડી ગેંગ’ની આસપાસ ફરે છે. ડ્રગ સ્મગલિંગ કરતી આ ગેંગને પોલીસ પકડી લેતાં તેમને જેલભેગું થવું પડે છે અને જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ભૂતકાળને ભૂલવા અને નવી જિંદગી શરૂ કરવા માટે સંઘર્ષ કરે છે.
‘યારા’માં ૧૯૭૦થી ૧૯૯૦ સુધીનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે અને તેનું શૂટિંગ નેપાલ, રોમાનિયા, દહેરાદૂન, તેહરી ડેમ, ભોપાલ, દિલ્હી, રાજસ્થાન અને મુંબઈમાં થયું છે. તો ‘આશિકી 2’ ફેમ અંકિત તિવારી, શાન વગેરેએ આ ફિલ્મ માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK