સલમાન અને શાહરૂખ ખાનને લઇને ટાઇગર શ્રોફે કરી ખાસ વાત

Published: May 12, 2019, 17:57 IST

બોલીવુડના ચાર્મીંગ સ્ટાર ટાઇગર શ્રોફે ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2 વિશે વાત કરતા કહ્યું કે તે પિતા જેકી શ્રોફને લીધે મહેનતું છે. તેણે સલમાન અને શાહરૂખને જમીનથી જોડાયેલા સ્ટાર ગણાવ્યા.

ટાઇગર શ્રોફ (ફાઇલ ફોટો)
ટાઇગર શ્રોફ (ફાઇલ ફોટો)

ચાર્મિંગ હીરો ટાઇગર શ્રોફે કહ્યું કે તેના પિતા સ્ટારડમ મેળવ્યા બાદ પણ જમીનથી જોડાયેલા રહ્યા છે. એમ કરવામાં શાહરૂખ ખાન અને સલમાન ખાન પણ સફળ રહ્યા છે. તેણે કહ્યું કે મોટા ભાગના સેલેબ્સની આસપાસ તેમના વખાણ કરતાં લોકો રહેતા જ હોય છે. જે તેમને હકીકતથી દૂર રાખે છે સ્ટારડમ મેળવ્યા પછી પણ આપણે પોતાની જમીન યાદ હોવી જોઇએ. પોતાનું મૂળ યાદ હોવું જોઇએ. પણ ટાઇગર પોતાના પિતાને કારણે જ જમીનથી જોડાયેલો રહેવામાં સફળ રહ્યો છે.

લોકો ચાપલુસી કરતા ફરે છે

બોલીવુડના સીનિયર અભિનેતા જેકી શ્રોફનો દીકરો ટાઇગર શ્રોફ તાજેતરમાં સ્ટૂડન્ટ ઑફ ધ યર 2ને મળતી સકારાત્મક પ્રતિક્રિયાઓને માણી રહ્યો છે. ટાઇગર શ્રોફે કહ્યું કે સ્ટાર્સની આસપાસ વખાણ કરતાં લોકો રહેતાં હોય છે. તે લોકો તેમની ચાપલૂસીમાં લાગેલા રહે છે. હકીકત કહેવાથી ગભરાય છે. તેમ છતાં આ લોકો જમીસ સાથે જોડાયેલા રહે છે અને તે બધામાં સૌથી મોટું ઉદાહરણ શાહરૂખ અને સલમાન ખાન છે.

 
 
 
View this post on Instagram

#SOTY2inCinemas now! 😊❤️

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) onMay 9, 2019 at 9:45pm PDT

મારા આદર્શ મારા પિતા છે : ટાઇગર શ્રોફ

નવી પેઢીમાં ટાઇગર શ્રોફનું નામ એવા કલાકારોમાં આવે છે જે પોતાને ડાઉન ટુ અર્થ રાખવામાં પોતાના પિતાને શ્રેય આપે છે. તે કહે છે, મારા આદર્શ મારા પિતા છે. સ્ટારડમ મેળવ્યા છતાં પણ મને તેમનામાં કોઇપણ ફેરફાર જોવા મળ્યો નથી. તે પહેલા જેવા હતા અત્યારે પણ એવા જ છે. તેમના સફરની આગળ ટાઇગરને પોતાની કોઇ ઔકાત દેખાતી નથી. એવામાં જમીન પર રહેવું જ યોગ્ય છે.

આ પણ વાંચો : Happy Birthday : સદાય હસતો અને ખુશીઓ વહેતો રોશન સિંહ સોઢી

જણાવીએ કે ટાઇગર ગયા શુક્રવારે રિલીઝ થયેલી સ્ટુડેન્ટ ઑફ ધ યર 2માં જોવા મળ્યો. જુલાઇથી 'બાગી3'ની તૈયારીઓમાં જોડાશે. સાથે જ રિતિક રોશન સાથેની પોતાની અનામ ફિલ્મની શૂટિંગ પણ પૂરી કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK