દિશાના ડ્રેસને લઈને કૃષ્ણા શ્રૉફે પૂછ્યો આ સવાલ,જવાબ જાણીને રહી જશો દંગ

Published: Mar 16, 2020, 17:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

દિશા કેટલી હૉટ અને ફિટ છે તેનો તો ખ્યાલ તમને છે જ. જો કે, હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતી તેની આ તસવીર ખૂબ જ ચર્ચામાં છે.

દિશા પટણી
દિશા પટણી

બોલીવુડ અભિનેત્રી દિશા પટણી પોતાની ફિલ્મોથી વધારે ફિટનેસ અને ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. દિશા કેટલી હૉટ અને ફિટ છે તેનો તો ખ્યાલ તમને છે જ. જો કે, હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતી તેની આ તસવીર ખૂબ જ ચર્ચામાં છે.

દિશા તાજેતરમાં ફિલ્મ 'મલંગ'ની સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. જ્યાં તે લાલ વનપીસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં દિશા ખૂબ જ હૉટ દેખાતી હતી. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ આ ડ્રેસમાં પોતાની તસવીરો શૅર કરી હતી જે લોકોને ખૂબ જ ગમી ગઈ.

સોશિયલ મીડિયા યૂઝર્સે દિશાની તસવીરો પણ કોમેન્ટ કરતાં તેના વખાણ કર્યા, પણ સૌથી રસપ્રદ કોમેન્ટ જો કોઇએ કરી હોય તો તે, ટાઇગર શ્રૉફની બહેન કૃષ્ણા શ્રૉફે કરી. ટાઇગરની બહેન કૃષ્ણાએ દિશાની તસવીર પર જે કોમેન્ટ કરી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાઇ રહી છે. જ્યાં લોકો ઘણીવાર અભિનેત્રીઓની તસવીરો પર હૉટ, સુંદર, સેક્સી જેવી ટીપ્પણીઓ કરતાં હતા ત્યાં ટાઇગરની બહેને દિશાને તેના ડ્રેસની સાઇઝ પૂછી લીધી.

 
 
 
View this post on Instagram

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) onMar 13, 2020 at 2:49am PDT

દિશાની તસવીર પર કૃષ્ણાએ કોમેન્ટ કરતાં લખ્યું, "મેં પણ આ વનપીસ મંગાવ્યો હતો પણ આવ્યો નહીં, તે કઈ સાઇઝ પહેરી છે?" કૃષ્ણાની ટિપ્પણી પર જવાબ આપતાં "મેં XS (એક્સ્ટ્રા સ્મૉલ) પહેરી છે, પણ તમે સ્મૉલ લેજો. કારણકે આમાં શ્વાસ લેવો ઑપ્શનલ છે."

Reply of Disha patani to Krishna Shroff

ઉલ્લેખનીય છે કે દિશા પટણી તાજેતરમાં જ અનિલ કપૂર અને આદિત્ય કપૂર સાથે ફિલ્મ 'મલંગ'માં જોવા મળી હતી. ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઠીકઠાક કમાણી કરી. ફિલ્મે લગભગ 60 કરોડનું બિઝનેસ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK