Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માઈનસ સાત ડિગ્રી ટેમ્પરેચરમાં પણ શર્ટલેસ રહ્યો હતો ટાઈગર શ્રોફ

માઈનસ સાત ડિગ્રી ટેમ્પરેચરમાં પણ શર્ટલેસ રહ્યો હતો ટાઈગર શ્રોફ

19 April, 2020 05:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માઈનસ સાત ડિગ્રી ટેમ્પરેચરમાં પણ શર્ટલેસ રહ્યો હતો ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ


કોરોના વાયરસ (COVID-19)ની અસરમાંથી એક પણ ક્ષેત્ર બાકત નથી રહ્યું. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને પણ અઢળક નુકસાન થયું છે. તેમાં પણ ખાસ કરીને એ ફિલ્મોને જે થિયેટરમાં ત્યારે રિલીઝ થઈ હતી જે અઠવાડિયે થિયેટર બંધ થઈ ગયા. આ ફિલ્મોમાં ટાઈગર શ્રોફની 'Baaghi 3'નો પણ સમાવેશ છે. ફિલ્મ થિયેટરોમાં વધારે દિવસ ન ચાલી એટલે ટાઈગર શ્રોફ ઉદાસ છે. આ ફિલ્મ બનાવવામાં કેટલી મહેનત કરવામાં આવી છે તેનો એક વિડિયો તાજેતરમાં અભિનેતાએ સોશ્યલ મિડિયા પર શેર કર્યો છે.

ટાઈગર શ્રોફે 'Baaghi 3'ના ક્લાઈમેક્સનો બિહાઈન્ડ ધ સીનનો વિડિયો શેર કર્યો છે. જેમાં એ કાર્ગો પેન્ટસમાં છે અને તેના હાથમાં બંદુકો પણ છે. વિડિયોમાં હવા પણ એકદમ જોરદાર આવી રહી છે. કેપ્શનમાં ટાઈગરે લખ્યું હતું કે, 'માઈનસ સાત ડિગ્રી તાપમાનમાં મારા હાડકા જાણે ગળી રહ્યાં હતા. તૂફાનનો માહોલ ઊભો કરવા માટે જે પંખા હતા  મારી મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યાં હતા. હું ડાયરેક્ટર એહમદ ખાનની ઈન્સ્ટ્રક્શન સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું જમીન પર ઊભો પણ નહોતો રહી શકતો. પણ આભર આ બંદુકોનો. અને હા મૈં તો કપડા પણ સરખા નહોતા પહેર્યા. 'Baaghi 3'ના સેટ પરનો એક દિવસ.'




ટાઈગરની ફિલ્મ 'Baaghi 3' છઠ્ઠી માર્ચે રિલીઝ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2020 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK