Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ઇચ્છા છે કે જૅકી શ્રોફ ટાઇગરના પિતા તરીકે ઓળખાય: ટાઇગર શ્રોફ

મારી ઇચ્છા છે કે જૅકી શ્રોફ ટાઇગરના પિતા તરીકે ઓળખાય: ટાઇગર શ્રોફ

29 June, 2019 12:34 PM IST | મુંબઈ

મારી ઇચ્છા છે કે જૅકી શ્રોફ ટાઇગરના પિતા તરીકે ઓળખાય: ટાઇગર શ્રોફ

જૅકી શ્રોફ - ટાઇગર શ્રોફ

જૅકી શ્રોફ - ટાઇગર શ્રોફ


ટાઇગર શ્રોફ કહે છે કે મારી ઇચ્છા એવી છે કે લોકો તેના ડૅડી જૅકી શ્રોફને તેના નામથી ઓળખે. તેનું એમ પણ કહેવું છે કે એ માટે તે સખત મહેનત કરવામાં પાછીપાની નહીં કરે. તેની હાલમાં જ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ રિલીઝ થઈ હતી. પોતાની એક અલગ ઓળખ બનાવવી એ તેને માટે એક પડકાર છે. આ વિશે વધુ જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હું મારા પપ્પાની હાજરી અને ઇન્ડસ્ટ્રીમાં તેમની અસરને લઈને હંમેશાં સજાગ રહ્યો છું. એથી મારા માટે મારી પોતાની અલગ ઓળખ બનાવવી એ એક ચૅલેન્જ રહી છે. જોકે હું એમ કહી શકું છું કે મારી જાતને સાબિત કરવામાં હું સફળ રહ્યો છું. મારા પિતાના નામનો ઉપયોગ કર્યા વગર મેં મારી જાતે મારી ઓળખ બનાવી છે.

આ પણ વાંચો : ઑગસ્ટમાં ત્રણ સિંગલ સૉન્ગ લઈને આવી રહી છે તુલસી કુમાર



હું એમ નથી માનતો કે હું જૅકી શ્રોફનો દીકરો છું એટલે દર્શકોએ મને સ્વીકાર્યો છે. મને ઘણા સમય પહેલાં જ લોકોએ સ્વીકાર્યો હતો. હું સતત એમ પણ કહેતો રહ્યો છું કે જૅકી શ્રોફનો દીકરો હોવાનો મને ગર્વ છે. મારું લક્ષ્ય છે કે મારા ડૅડીને લોકો ‘ટાઇગર શ્રોફના ડૅડી’ તરીકે ઓળખે. જે દિવસે હું મારા આ લક્ષ્યને પૂરું કરવામાં સફળ રહીશ એ દિવસે મને સંતોષ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2019 12:34 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK