Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગરને મળી ગઈ દિશા, વેલેન્ટાઇન્સ ડે પર કર્યું પ્રપોઝ ને જવાબ મળ્યો હા

ટાઇગરને મળી ગઈ દિશા, વેલેન્ટાઇન્સ ડે પર કર્યું પ્રપોઝ ને જવાબ મળ્યો હા

14 February, 2019 06:25 PM IST |

ટાઇગરને મળી ગઈ દિશા, વેલેન્ટાઇન્સ ડે પર કર્યું પ્રપોઝ ને જવાબ મળ્યો હા

ટાગઇર શ્રોફ અને દિશા પટ્ટણીએ પોતાના સંબંધોની કરી ઓફિશિયલ જાહેરાત

ટાગઇર શ્રોફ અને દિશા પટ્ટણીએ પોતાના સંબંધોની કરી ઓફિશિયલ જાહેરાત


વેલેન્ટાઇન્સ ડે પર કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે અને તે ના પાડી દે એવું ભાગ્યે જ બને છે. એવું જ કંઇક થયું છે બોલિવુડ સ્ટાર્સ ટાઇગર શ્રોફ અને દિશા પટ્ટણી સાથે. હા, ટાઇગર અને દિશાએ પોતાની રિલેશનશીપને ઓફિશિયલ કરી દીધી છે અને એકબીજાને રિંગ પણ પહેરાવી દીધી છે.

 



 
 
 
View this post on Instagram

Turns out I’m taken. ??

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) onFeb 14, 2019 at 12:52am PST


ટાઇગર અને દિશાએ તાજેતરમાં જ પોતાના સોશિયલ અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરતા પોતાના ફેન્સને જણાવ્યું છે કે હવે બંને ઓફિશિયલી સાથે છે. ટાઇગર અને દિશા બંને આ તસવીરમાં પોતાની આંગળીઓ પર પહેરેલી ડાયમંડ રિંગને કિસ કરતા જોવા મળી રહ્યા છે અને તેમના ફોટાઓના કેપ્શન પણ એ સ્પષ્ટ રીતે જણાવે છે કે બંને પોતાની રિલેશનશીપને આગળ વધારવાનો નિર્ણય કરી ચૂક્યા છે.


 
 
 
View this post on Instagram

Someone popped the question, and I said yes...

A post shared by disha patani (paatni) (@dishapatani) onFeb 14, 2019 at 2:44am PST

 

દિશા અને ટાઇગર ઘણા સમયથી એકસાથે છે પરંતુ બોલિવુડનો જે રિવાજ છે તે પ્રમાણે બંનેએ ક્યારેય પોતાના સંબંધને સ્વીકાર્યો ન હતો. પરંતુ કોઈને જાણ નહોતી કે વેલેન્ટાઇન્સ ડે પર બંને પોતાના ફેન્સને આટલા મોટા ગુડ ન્યુઝ આપશે. ટાઇગર અને દિશા સૌથી પહેલા વર્ષ 2016માં મીત બ્રધર્સ અને અદિતિસિંહ શર્માના સિંગલ મ્યુઝિક આલ્બમ 'બેફિક્રા'ના વીડિયોમાં એકસાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ વર્ષ 2018ની ફિલ્મ 'બાગી 2'માં પણ આ જોડાી સાથે જોવા મળી હતી. જોકે વિચારવાની વાત એ છે કે આ બંનેએ રિંગ પોતાની એંગેજમેન્ટ ફિંગર પર કેમ નથી પહેરી!

આ પણ વાંચો: લેડીઝ સ્પેશ્યલમાં જોવા મળશે બપ્પી લાહિરી

બોલિવુડમાં એમ પણ છેલ્લા ઘણા સમયથી લગ્નનો માહોલ બનેલો છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, સોનમ કપૂર અને આનંદ આહુજા અને હવે કદાચ ટાઇગર અને દિશા પણ પોતાના લગ્નની તારીખ જાહેર કરી દે. તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો કહેવામાં આવતું હતું કે દિશા ટાઇગરની સાથે ફિલ્મ 'બાગી 3'માં પણ જોવા મળવાની હતી પરંતુ ત્યારબાદ દિશાને શ્રદ્ધા કપૂરે રિપ્લેસ કરી દીધી. બની શકે કે ટાઇગર અને દિશા ટુંક સમયમાં લગ્ન કરવાના હોઈ દિશા આ ફિલ્મનો હિસ્સો ન બની હોય.

જોકે દિશા ટુંક સમયમાં જ સલમાન ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ 'ભારત'માં જોવા મળશે. જ્યારે ટાઇગર અનન્યા પાંડે અને તારા સુતારિયા સાથે ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'માં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 06:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK