Tiger Shroff Photos:'પોલીસ કસ્ટડી'માં દેખાયો ટાઇગર શ્રૉફ, તસવીરો વાયરલ...

Updated: Jan 07, 2020, 20:07 IST | Mumbai Desk

કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર તેના જયુરમાં શૂટિંગની તસવીરો શૅર કરવામાં આવી રહી છે.

બોલીવુડ એક્ટર ટાઇગર શ્રૉફ હજી પોતાની ફિલ્મ બાગી-3ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ સર્બિયાની ભયંકર ઠંડીમાં પોતાના એક્શન શૂટ કર્યા બાદ ટાઇગર શ્રૉફ હવે રાજસ્થાનના જયપૂરમાં ફિલ્મના બીજા સીન શૂટ કરી રહ્યો છે. હજી કેટલાક દિવસોથી ટાઇગર શ્રૉફ, રિતેશ દેશમુખ અને બાગી-3 ટીમ જયપુરમાં છે. કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર તેના જયુરમાં શૂટિંગની તસવીરો શૅર કરવામાં આવી રહી છે.

આ દરમિયાન, સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ટાઇગર શ્રૉફના હાથમાં હાથકડીઓ પહેરાયેલી છે અને તે 'પોલીસ કસ્ટડી'માં દેખાઇ રહ્યો છે. તેની સાથે જ રિતેશ દેશમુખ પણ દેખાઇ રહ્યો છે. જણાવીએ કે ફિલ્મ રિતેશ દેશમુખ એક પોલીસ ઑફિસરની ભૂમિકામાં દેખાઇ રહ્યો છે અને રિતેશે જ તેની ધરપકડ કરી છે. તેના સિવાય કેટલીક તસવીરોમાં રિતેશ યુનિફોર્મમાં દેખાઇ રહ્યો છે અને તેની સાથે ટાઇગર શ્રૉફ છે.

તાજેતરમાં આવેલી આ તસવીરોમાં દેખાય છે કે ટાઇગર શ્રૉફ પોલીસ જીપમાં બેઠેલો છે અને તસવીર જોઈને સમજાય છે કે પોલીસ તેની ધરપકડ કરીને લઈ જઈ રહી છે. જણાવીએ કે જયપુરમાં બાગી-3ના કેટલાક સીન શૂટ થઈ રહ્યા છે. શૂટિંગ જયપૂરના સૂરજ પોળમાં થઈ રહી છે અને પહેલા આવેલી તસવીરોમાં દેખાઇ રહ્યું હતું કે ટાઇગર શ્રૉફ ટેરેસની દીવાલ પર ઊભો રહીને પોતાની બૉડી બતાવી રહ્યો હતો.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

તો, ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં ટાઇગર અને રિતેશ દેશમુખ સાથે શ્રદ્ધા કપૂર પણ દેખાવાની છે. તાજેતરમાં જ ફિલ્મની કાસ્ટ સર્બિયામાં હતી, જ્યાં ઘણાં સીન્સ શૂટ કરવામાં આવ્યા. તે દરમિયાન પણ ટાઇગર ખૂબ જ ઠંડીમાં પણ શર્ટલેસ થઈને શૂટિંગ કરી રહ્યો હતો. આ બાગી સીરીઝની ત્રીજી ફિલ્મ છે અને બાગી-2એ બૉક્સ ઑફિસ પર જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું. ફિલ્મમાં તમને ટાઇગરના ભરપૂર સ્ટંટ મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK