Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાગી 3ના શૂટ દરમિયાન ટાઇગર શ્રૉફને થઈ ઈજા, શૅર કરી આ તસવીર....

બાગી 3ના શૂટ દરમિયાન ટાઇગર શ્રૉફને થઈ ઈજા, શૅર કરી આ તસવીર....

26 November, 2019 03:41 PM IST | Mumbai Desk

બાગી 3ના શૂટ દરમિયાન ટાઇગર શ્રૉફને થઈ ઈજા, શૅર કરી આ તસવીર....

બાગી 3ના શૂટ દરમિયાન ટાઇગર શ્રૉફને થઈ ઈજા, શૅર કરી આ તસવીર....


ટાઇગર શ્રૉફ માટે આ વર્ષ ખૂબ જ શાનદાર રહ્યો છે. તેની ફિલ્મ 'વૉર'એ બૉક્સ ઑફિસ પર કેટલાય રેકૉર્ડ્સ તોડ્યા છે. તેના પછી હવે તે 'બાગી' ફ્રેંચાઇઝીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તે 'બાગી 3'માં દેખાવાનો છે. પણ ટાઇગરના ચાહકો માટે સારી ખબર નથી. ટાઇગરને શૂટિંગ દરમિયાન ઇજા થઈ છે. આ વાતની માહિતી પોતે ટાઇગરે આપી છે. તેણે એક તસવીર પણ શૅર કરી છે.

ટાઇગરે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક તસવીર શૅર કરી. આ તસવીરમાં ટાઇગરની પીછ પર કેટલાક કટ્સના નિશાન દેખાય છે. તેણે આ પોસ્ટ સાથે લખ્યું, "બેટલફીલ્ડમાં સામાન્ય કટ્સ અને ઈજાનું પહેલું સેટ.... આશા છે કે છેલ્લું હશે. જ્યાર સુધી હું નહાઇ ન લઉં મને આ નથી દેખાતા." આ પોસ્ટ માટે કેટલાય ચાહકો કોમેન્ટ કરીને સ્વાસ્થાયનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. આ તસવીરમાં ટાઇગર શર્ટલેસ દેખાઇ રહ્યો છે. બાગી 3 માટે તેની મહેનત પણ સ્પષ્ટ દેખાય છે. તેણે જબરજસ્ત બૉજી બનાવી લીધી છે.



 
 
 
View this post on Instagram

First set of scrapes and minor cuts from the battlefield..and hopefully last?doesnt look or feel like much until I take a shower?? #baaghi3

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) onNov 24, 2019 at 11:41pm PST


જણાવીએ કે વર્ષ 2016માં 'બાગી' ફિલ્મનું ફર્સ્ટ પાર્ટ રિલીઝ કરવામાં આવ્યો હતો. તેના પછી વર્ષ 2018માં 'બાગી 2' પણ આવી. બન્ને ફિલ્મોમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર એક સાથે સ્ક્રીન શૅર કરી. 'બાગી 2'એ બૉક્સ ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. તેના પછી 'બાગી 3' બનાવવાનું કામ શરૂ થઈ ગયું હતું. આ એક્શન થ્રિલર ફિલ્મને અહમદ ખાન ડાયરેક્ટ કરી રહ્યો છે. તો, આને સાજિદ નડિયાદવાલા પ્રૉડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ટાઇગર અને શ્રદ્ધા સિવાય રિતેશ દેશમુખ પણ દેખાશે. આ ફિલ્મ વર્ષ 2012માં આવેલી તામિલ ફિલ્મ 'વેટ્ટાઇ'ની ઑફિશિયલ રીમેક છે.


આ પણ વાંચો : Kiran Acharya: ભૂરી આંખ ધરાવતી ગુજ્જુ એક્ટ્રેસના એક્સેપ્રેશનના છે લાખો લોકો દિવાના

બાગીનું શૂટિંગ 12 સપ્ટેમ્બર, 2019ના શરૂ થઈ ગઈ હતી. આના પછી એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થશે. હવે જોવાની વાત હશે કે ટાઇગરની મહેનત દર્શકોને કેટલી ગમે છે?

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 03:41 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK