Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઈગર શ્રોફે કર્યું એવું કે... શિલ્પા શેટ્ટી બોલી ‘બાપ રે !’

ટાઈગર શ્રોફે કર્યું એવું કે... શિલ્પા શેટ્ટી બોલી ‘બાપ રે !’

18 August, 2019 03:34 PM IST |

ટાઈગર શ્રોફે કર્યું એવું કે... શિલ્પા શેટ્ટી બોલી ‘બાપ રે !’

ટાઈગર શ્રોફે કર્યું એવું કે... શિલ્પા શેટ્ટી બોલી ‘બાપ રે !’


બોલીવુડમાં ટાઈગર શ્રોફને પોતાની એક્શન અને ફિટનેસ માટે જાણીતો છે. ટાઈગર શ્રોફના વર્કઆઉટના વીડિયો વાયરલ થતા હોય છે આ સાથે જ લોકોને તેમના માર્શલ આર્ટ, જિમનેસ્ટિક્સના કારનામાં જોવાના મોકા પણ મળે છે. હાલમાં ટાઈગર શ્રોફનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે વેટ લિફ્ટ કરતા જોવા મળી રહ્યાં છે.

તાજેતરમાં જ વાઈરલ થયેલા આ વીડિયોમાં ટાઈગર શ્રોફ વેઈટ લિફ્ટિંગ કરતા દેખાઈ રહ્યા છે. ટાઈગર શ્રોફે વીડિયોમાં 200 કિલોગ્રામનું વજન ઉઠાવ્યું છે. 200 કિલોગ્રામ વજન સાથે જિમ કરવું ઘણું મુશ્કેલ છે, જે ટાઈગર શ્રોફ કરી રહ્યો છે. વીડિયો શૅર કરતા ટાઈગર શ્રોફે કેપ્શન આપ્યું હતું કે, ઘણો સમય થઈ ગયો જ્યારે આ રીતે ઈન્ટેન્સ પુશઅપ કર્યા હોય, 200 કિલોગ્રામ. હાઈ સ્કૂલના દિવસોમાં આ વજન સામાન્ય લાગતું હતું.'



આ જુઓ ટાઈગરનું વેઈટ લિફ્ટિંગ



ટાઈગર શ્રોફના આ વીડિયોના વખાણ ટાઈગરના ફેન્સની સાથે સાથે અન્ય બોલીવુડ સ્ટાર્સ પણ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ફિટનેસ કોન્સિયસ શિલ્પા શેટ્ટીએ કમેન્ટ કરી હતી કે, 'બાપ રે!' શિલ્પા શેટ્ટી સિવાય ઈશાન ખટ્ટે ટાઈગર શ્રોફને સુપર હ્યૂમન ગણાવ્યો હતો. કૃણાલ ખેમુએ પણ વીડિયો પર કમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોને એક કલાકમાં લાખો વાર જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ વીડિયો પર કમેન્ટ કરી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર શ્રોફ તેની આગામી ફિલ્મ વૉરને લઈને વ્યસ્ત છે. વૉરમાં ટાઈગર અને હ્રિતિક રોશન આમને સામને જોવા મળશે. વૉર સિવાય ટાઈગર બાગી-3માં પણ કામ કરી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2019 03:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK