Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દરેક પ્રકારની ફિલ્મો માટે હવે માર્કેટ મળી રહે છે : ટાઇગર શ્રોફ

દરેક પ્રકારની ફિલ્મો માટે હવે માર્કેટ મળી રહે છે : ટાઇગર શ્રોફ

12 November, 2019 12:23 PM IST | Mumbai

દરેક પ્રકારની ફિલ્મો માટે હવે માર્કેટ મળી રહે છે : ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ


ટાઇગર શ્રોફનું માનવું છે કે વર્તમાનમાં દરેક ફિલ્મો માટે માર્કેટ મળી રહે છે. બીજી ઑક્ટોબરે હૃતિક રોશન સાથેની તેની ‘વૉર’ રિલીઝ થવાની છે. એ જ દિવસે અમિતાભ બચ્ચન અને ચિરંજીવીની ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ પણ રિલીઝ થવાની છે. ‘વૉર’ સાથે ક્લેશીસ થવાને લઈને ચિંતીત છે એવુ પૂછવામાં આવતા ટાઇગરે કહ્યું હતું કે ‘હું અમિતાભ બચ્ચન અને ચિરંજીવીનો ખૂબ મોટો ફૅન છું. મારુ માનવુ છે કે વર્તમાનમાં દરેક ફિલ્મો માટે માર્કેટ મળી રહે છે. મારી ઇચ્છા છે કે દરેક ફિલ્મો સારો બિઝનેસ કરે. હું તેમની ફિલ્મને પણ શુભેચ્છા આપુ છું.’

‘વૉર’ રિલીઝ થવાને આરે છે અને ટાઇગર નર્વસ થઈ રહ્યો છે. એ વિશે જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘ફિલ્મની રિલીઝ પહેલા હું ઉત્સાહની સાથે જ થોડો નર્વસ પણ છું. મેં હાલમાં જ આ ફિલ્મ જોઈ છે. ફૅમિલી માટે એક ખાસ સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી.



આ પણ જુઓ : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી


એમાં મારી ફૅમિલી, હૃતિક રોશન સરની ફૅમિલી, પ્રોડ્યુસર આદિત્ય ચોપડા સરની ફૅમિલી અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સરની ફૅમિલીએ સાથે મળીને આ ફિલ્મ જોઈ હતી. આ ફિલ્મ જોવાની મને ખૂબ મજા પડી હતી. મારુ માનવુ છે કે આ ફિલ્મ દર્શકો માટે તો ઑક્ટોબરમાં એક ટ્રીટ સમાન રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 12:23 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK