Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > War Box Office Collection: હ્રિતિક અને ટાઇગરની જોડીએ કરી રેકોર્ડ કમાણી

War Box Office Collection: હ્રિતિક અને ટાઇગરની જોડીએ કરી રેકોર્ડ કમાણી

03 October, 2019 04:44 PM IST | મુંબઈ ડેસ્ક

War Box Office Collection: હ્રિતિક અને ટાઇગરની જોડીએ કરી રેકોર્ડ કમાણી

વૉર

વૉર


બોલીવુડના એક્શન માસ્ટર હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફની ફિલ્મ વૉરે બૉક્સ ઑફિસ પર પહેલા દિવસની કમાણીએ ધૂમ મચાવી છે. વૉર હિન્દી સિનેમામાં સૌથી વધુ ઓપનિંગ લેતી ફિલ્મ બની ગઈ છે. ફક્ત બોલીવુડ જ નહીં હોલીવુડ ફિલ્મોના રેકૉર્ડ પણ વૉરે હવામાં ઉડાડી દીધા છે.

વૉર ફિલ્મને રજાનો સંપુર્ણ ફાયદો થયો છે
વૉર ફિલ્મને ગાંધી જયંતિની રજાનો સંપૂર્ણ ફાયદો થયો છે અને દર્શકોને પણ સિનેમાઘરોમાં જવાનો સારો ચાન્સ મળી રહ્યો. ટ્રેડ એક્સપર્ટ્સ પ્રમાણે વૉરે 53.35 કરોડની તબલાતોડ ઓપનિંગ લીધી છે, જેમાં 51.60 કરોડ રૂપિયા હિન્દી બેલ્ટથી આવ્યા છે, જ્યારે 1.75 કરોડ તેલુગુ અને તામિલથી મળ્યા છે. વૉરે 2019માં સલમાન ખાનની ફિલ્મ ભારતના સૌથી મોટી ઓપનિંગ કલેક્શનના રેકૉર્ડને પણ તોડી દીધો છે, જે ઈદ પર રિલીઝ થઈ હતી અને 42.30 કરોડ રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે કર્યું હતું.



આમિર ખાન, સલમાન ખાન અને સલમાન ખાનની આ ફિલ્મોના રેકોર્ડ પણ તોડ્યા
સાથે જ આમિર ખાન પાસેથી પણ સૌથી મોટી ઓપનિંગ લેવાનો રેકૉર્ડ પણ છીનવી લીધો છે. આમિરની ઠગ્સ ઑફ હિન્દોસ્તાને પહેલા દિવસે 50.75 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે All Time Top 5 Opening Day Collectionsની લિસ્ટ બદલાઇ ગઈ છે જે આ પ્રમાણે છે-



1. વૉર - 53.35 કરોડ
2. ઠગ્સ ઑફ હિંદેસ્તાન - 50.75 કરોડ
3. હેપ્પી ન્યૂ યર - 44.97 કરોડ
4. ભારત - 42.30 કરોડ
5. બાહુબલી : ધ કન્ક્લૂઝન - 41 કરોડ

ટ્રેડ ઍક્સપર્ટ તરણ આદર્શ પ્રમાણે, વૉર વિશ્વભરમાં 5350 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી, જેમાં 4000 સ્ક્રીન્સ ફક્ત ભારતમાં આપવામાં આવી. હિન્દીની સાથે ફિલ્મ તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક અને ટાઇગરની સાથે વાણી કપૂરે ફીમેલ લીડ રોલ ભજવ્યું છે જે ઘણાં સમય પછી પડદા પર કમબૅક કરી રહી છે. વાણના હૉટ અંદાજે આ એક્શન થ્રિલર ફિલ્મને ગ્લેમરસ બનાવ્યો છે. વૉર ફિલ્મે એડવાન્સ બુકિંગ સેલનો પણ રેકૉર્ડ બનાવ્યો છે. ટ્રેડ જાણકારો પ્રમાણે ફિલ્મે 25 કરોડથી વધુ રકમ એડવાન્સ બુકિંગ દ્વારા કલેક્ટ કરી લીધી છે.

એવેન્જર્સ એન્ડગેમને છોડ્યું પાછળ
હિન્દી સિનેમાની સૌથી મોટી ઓપનિંગવાળી ફિલ્મ બનવાની સાથે વૉરે આ વર્ષે રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમનો પણ રેકૉર્ડ બ્રેક કર્યો છે. એવેન્જર્સ એન્ડગેમે પહેલા દિવસે 53.10 કરોડની કમાણી ભારતીય બૉક્સ ઑફિસ પર કરી હતી. સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત વૉર એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, પણ હવે તેમાં સસ્પેન્સ પણ જબરજસ્ત જોવા મળે છે.

આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો

વૉર વર્ષ 2019ની તે ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે, જેને લઇને પહેલા દિવસથી મોટો ધમાકો કરવાની આશા હતી જ. યશરાજ બૅનરની આ ફિલ્મનું ટ્રેલર આવ્યા પછીથી જ ટ્રેડ જાણકારોએ અનુમાન લગાડ્યા જ હતા કે ફિલ્મ વૉર બૉક્સ ઑફિસ પર નવા રેકૉર્ડ બનાવી શકે છે અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દર્શકોએ ટ્રેડની આશાઓને હકીકતમાં પરિણમી દીધા.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 04:44 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK