કોવિડ વચ્ચે ગણેશ મહોત્સવ પહેલી વાર સ્મૉલ સ્ક્રીન પર

Published: 13th August, 2020 19:22 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

નવું વર્ષ ઊજવવાની માનસિકતા ધરાવતી ટીવી-ચૅનલના વિચારોમાં ફરક આવ્યો છે અને હવે ચૅનલ પણ ઘરમેળે તમામ ઉત્સવો ઊજવી શકાય એ વાત પર અમલ કરે છે

આ કાર્યક્રમના હોસ્ટ સોનુ સૂદ બનશે
આ કાર્યક્રમના હોસ્ટ સોનુ સૂદ બનશે

ગણેશ મહોત્સવનું મહત્ત્વ મહારાષ્ટ્રમાં કયા સ્તર પર છે એ કહેવાની જરૂર નથી પણ આ વર્ષે કોવિડના કારણે એક પણ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન થવાનું નથી તો ગણેશ વિર્સજન જેવા કાર્યક્રમો પણ ઘરમેળે જ કરવાના છે ત્યારે સ્ટાર પ્લસે ગણેશ મહોત્સવનું અનોખું આયોજન ચૅનલ પર કરવાનું નક્કી કર્યું છે. સ્ટાર પરિવાર ગણેશોત્સવ ૨૦૨૦ના નામે થનારા આ કાર્યક્રમના હોસ્ટ સોનુ સૂદ બનશે. સોનુ સૂદે કહ્યું હતું, ‘આ વર્ષે ગણેશ પંડાલ જોવા નથી મળવાના એટલે આ પ્રકારે બાપાનું સ્વાગત કરવાનો વિચાર મને ગમી ગયો. મુંબઈ આવ્યા પછી મારો જો કોઈ પહેલો તહેવાર હતો તો એ ગણેશ મહોત્સવ હતો, એ પહેલાં અમે ક્યારેય આ દિવસોનું સેલિબ્રેશન આવી ભવ્ય રીતે જોયું નહોતું. મહારાષ્ટ્રમાં આ તહેવારો પણ દિવાળી સમાન છે.’

આ કાર્યક્રમમાં સ્ટાર ગ્રુપ સાથે જોડાયેલા મોટા ભાગના સ્ટાર હાજર રહેશે અને પર્ફોર્મ કરશે. ગણેશ મહોત્સવ નિમિત્તે દિવ્યાંકા ત્રિપાઠી પહેલી વખત મહારાષ્ટ્રીયન લોકનૃત્ય લાવણી કરશે તો શિલ્પા શેટ્ટી કોરોના વૉરિયર્સ માટે પર્ફોર્મ કરશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK