અર્જુન રામપાલ પાસે આ વર્ષે ઘણા બધા પ્રોજેક્ટ્સ હોવાથી તે બિઝી રહેવાનો છે. તેની પાસે અનેક ફિલ્મો અને વેબ શો છે. એને કારણે તે આવનાર સમયમાં કામમાં ઍક્ટિવ રહેશે. પોતાના પ્રોજેક્ટ્સ વિશે અર્જુન રામપાલે કહ્યું હતું કે ‘મેં અબ્બાસ-મસ્તાનજી સાથે ફિલ્મ ‘પેન્ટ હાઉસ’નું શૂટિંગ પૂરું કર્યું છે. હવે હું ‘ધાકડ’નું શૂટિંગ શરૂ કરવાનો છું. બાદમાં ‘ધ બૅટલ ઑફ ભીમા કોરેગાંવ’નું કામ પણ ફરીથી શરૂ કરીશ. મને કોરોના થયો એ પહેલાં જ મેં એ ફિલ્મનું કામ શરૂ કર્યું હતું. હવે એનું શૂટિંગ પણ હું પૂરું કરવાનો છું. ત્યાર બાદ ‘ધ ફાઇનલ કૉલ’ની સેકન્ડ સીઝનનું કામ શરૂ કરીશ. પછી અપર્ણા સેનની ‘ધ રેપિસ્ટ’નું શૂટિંગ શરૂ કરીશ. અત્યાર સુધીની મારી કરીઅરની જર્ની ખૂબ જ સારી રહી છે. મને ઘણુંબધું શીખવાની તક મળી છે. મારી કરીઅરની શરૂઆતથી જ મેં ઇન્ડસ્ટ્રીના તમામ લોકો સાથે કામ કર્યું છે. એ હિસાબથી હું ખૂબ લકી છું. આટલાં વર્ષોમાં હું જે કંઈ પણ શીખ્યો છું એનો અનુભવ હું મારા આવાનારા પ્રોજેક્ટ્સમાં ઉપયોગમાં લેવાનો છું.’
ગુજ્જુભાઈ હવે આપશે સવાલોના સવા કરોડ
18th January, 2021 08:17 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 IST