Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ગઝલ ગાયક સાથે રેખા કરશે રોમૅન્સ

આ ગઝલ ગાયક સાથે રેખા કરશે રોમૅન્સ

06 December, 2014 06:36 AM IST |

આ ગઝલ ગાયક સાથે રેખા કરશે રોમૅન્સ

આ ગઝલ ગાયક સાથે રેખા કરશે રોમૅન્સ







આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને કૅટરિના કૈફની જોડી છે અને તલત પણ મહેમાન-કલાકાર નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં પીઢ અભિનેત્રી રેખા બેગમના રોલમાં છે અને તલત તેની સાથે રોમૅન્સ કરશે. આ ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોએ કહ્યું હતું કે ‘તલત આ ફિલ્મમાં એક પાકિસ્તાની હાઈ-પ્રોફાઇલ ડિપ્લોમૅટના રોલમાં છે અને તે ફિલ્મનું મહત્વનું કૅરૅક્ટર છે. તે રેખા સાથે જોડી જમાવશે.’

સિંગરના શૂટિંગ વિશે સૂત્રોએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં તલત ભપકાદાર અને રસપ્રદ લુકમાં જોવા મળશે. રેખા સાથે તેના કેટલાક સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા અને તેમની કેમિસ્ટ્રી જામે છે. જોકે તલતનું કૅરૅક્ટર કોઈ સાચી પાકિસ્તાની વ્યક્તિ પરથી પ્રેરિત છે કે કેમ એ કહી ન શકાય, પરંતુ એ અપીલિંગ તો હશે જ.’અગાઉ રેખાની ક્લાસિક ફિલ્મ ‘ઉમરાવ જાન’માં તલતે પ્લેબૅક સિંગિંગ કરેલું છે. આ સમાચારને કન્ફર્મ કરતા સિંગરે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં હું એક વિદેશી ડિપ્લોમૅટની ભૂમિકા કરું છું અને રેખા સાથે રોમૅન્ટિક રોલ પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2014 06:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK