Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વીકમાં આવે છે પાંચ નાની ફિલ્મ

આ વીકમાં આવે છે પાંચ નાની ફિલ્મ

09 October, 2014 05:17 AM IST |

આ વીકમાં આવે છે પાંચ નાની ફિલ્મ

આ વીકમાં આવે છે પાંચ નાની ફિલ્મ


વાત ‘તમંચે’ની

tamnchay



ઉત્તર પ્રદેશનો ક્રિમિનલ મુન્ના (નિખિલ દ્વિવેદી) અને દિલ્હીની ડ્રગ-સપ્લાયર બબુ (રિચા ચઢ્ઢા) અનાયાસ એક વખત ર્કોટમાં હાજર કરવાના સમયે મળે છે અને બન્નેને બહુ જ રસપ્રદ રીતે ર્કોટમાંથી ભાગવાની તક પણ મળી જાય છે. ભાગ્યા પછી બન્નેને થોડો સમય સુધી ફરજિયાત સાથે રહેવું પડે છે અને સાથે રહેતી વખતે બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે, પણ ક્રાઇમના રસ્તા પર ચાલી રહેલાં મુન્ના અને બબુના અઢળક દુશ્મનો છે જે તેમને કોઈ પણ હિસાબે શાંતિથી રહેવા નથી દેતા. ફાઇનલી બબુ અને મુન્ના પોતાના પ્રેમને બચાવવા માટે પણ દેશી રિવૉલ્વર એટલે કે તમંચો હાથમાં લે છે અને અંગત દુશ્મનીનો હિસાબ સરભર કરવાનું શરૂ કરે છે.

‘તમંચે’ માટે શરૂઆતમાં એવું કહેવાતું હતું કે એ ફિલ્મ અબુ સાલેમની લાઇફ પરથી બનાવવામાં આવી છે. અબુ સાલેમે પણ જો એવું હોય તો ફિલ્મને ર્કોટમાં ખેંચી જવાની ધમકી આપી હતી. કોઈ લીગલ લફરાં ન થાય એ માટે ડિરેક્ટર-પ્રોડ્યુસરે ફિલ્મની ãસ્ક્રપ્ટ અબુને વાંચવા મોકલાવી હતી એવું પણ કહેવાતું રહ્યું છે.

વાત ‘ઢૂંઢ લેંગે મંઝિલ હમ’ની





ફિલ્મના ટાઇટલ પરથી જ સમજાય છે કે ફિલ્મમાં મંઝિલ સુધી પહોંચવાની સફરની વાત કહેવામાં આવી છે. ફિલ્મની વાર્તા પાંચ એવાં અનાથ બાળકોની આસપાસ ફરે છે જે બીમારીથી પીડાઈ રહ્યાં છે અને શારીરિક રીતે અક્ષમ છે. આ પાંચ બાળકોની લાઇફમાં એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગે‍નાઇઝેશન અને એની સાથે જોડાયેલી વ્યક્તિ આવે છે અને પાંચેય બાળકોની લાઇફમાં એક ચેન્જ આવે છે. આ ચેન્જની સાથે જ એ પાંચ બાળકો પોતાનાં સપનાંની મંઝિલને હકીકતમાં પામે છે.

વાત ‘જિગરિયા’ની



સત્ય ઘટના પર આધારિત એવી ‘જિગરિયા’ આગરાના શામ અને મથુરાની રાધિકાની લવ-સ્ટોરી કહે છે. બન્ને પોતપોતાની ફૅમિલીનું એકમાત્ર સંતાન છે. નાનીને ત્યાં રોકાવા માટે આવેલી રાધિકા અચાનક જ શામના પ્રેમમાં પડે છે અને શામ માટે પણ રાધિકા જિંદગી બની જાય છે, પણ તેમનો આ પ્રેમ પરિવારને મંજૂર નથી. પરિવાર કોઈ એક તબક્કે શામ-રાધિકાના સંબંધો સ્વીકારવા તૈયાર થઈ જાય છે, પણ એ સમયે બન્ને પક્ષનાં રિલેટિવ્સની ચડામણીથી બન્નેને દૂર કરવામાં આવે છે અને પછી એ જ બને છે જે ભગવાન શ્યામ અને તેમના પહેલા પ્રેમ એવી રાધા સાથે બન્યું હતું. જોકે એવું બને એ પહેલાં અનેક યાતનામાંથી શામ અને રાધિકાએ પસાર થવું પડે છે.‘જિગરિયા’ મોટા બજેટ સાથે બનાવવાનું પ્લાનિંગ હતું અને એ માટે સૌથી પહેલાં શાહિદ કપૂર અને પ્રિયંકા ચોપડાને સંભળાવવામાં પણ આવી હતી, પણ તે બન્ને અને અન્ય બીજા સ્ટારે પણ ફિલ્મ રિજેક્ટ કરતાં સ્ટોરી માટે વિશ્વાસ હોવાથી લો-બજેટ સાથે ફિલ્મ બનાવવામાં આવી.

વાત ‘ઇક્કીસ તોપોં કી સલામી’ની




માનવીય લાગણી અને માનવીય સિદ્ધાંતોની હદયસ્પર્શી રીતે ઠેકડી ઉડાડતી ફિલ્મ ‘ઇક્કીસ તોપોં કી સલામી’માં પુરુષોત્તમ જોશી (અનુપમ ખેર)ની વાત છે. હંમેશાં નીતિ, સચ્ચાઈ, પ્રામાણિકતા અને આદર્શ સાથે જીવેલા પુરુષોત્તમ જોશીની ઇચ્છા છે કે તે મરે ત્યારે તેમનું રાષ્ટ્રીય સ્તરે સન્માન થાય તો મોત સુધરી જાય. જોશી જેવા અનેક લોકો દેશમાં જીવે છે, પણ દેશને ક્યારેય એવા લોકોની કદર નથી રહી. જોશીનું પણ એવું જ બને છે અને તેનું અવસાન થઈ જાય છે, પણ પપ્પાની આ અંતિમ ઇચ્છા જાણતા જોશીના બન્ને દીકરા સુભાષ અને શેખર નક્કી કરે છે કે કોઈ પણ ભોગે પપ્પાને એકવીસ તોપની સલામી અપાવવી. બસ, અહીંથી ગોટાળાઓની કૉમેડી શરૂ થાય છે.ફિલ્મમાં અનુપમ ખેરની સાથે નેહા ધુપિયા પણ છે.

વાત ‘સ્પાર્ક’ની

મહાભારતમાં અજુર્નની સામે જેવી તકલીફો આવી હતી એવી જ તકલીફો સસ્પેન્સ-થિþલર-ઍક્શન મૂવી ‘સ્પાર્ક’ના હીરો અજુર્નને આવે છે. અજુર્ન (રજનીશ દુગ્ગલ) અને અનુપમા (સુભાશ્રી ગાંગુલી) જર્મનીમાં મળે છે અને બન્ને એકબીજાના પ્રેમમાં પડે છે. અજુર્ન અનુપમા સાથે મૅરેજ કરવા માગે છે, પણ એ દરમ્યાન એવો ઘાટ ઘડાય છે કે અજુર્ને ઇન્ડિયા પાછા આવવું પડે છે. ઇન્ડિયા આવ્યા પછી અજુર્નની આંખ સામે કેટલાંક એવાં સસ્પેન્સ ખૂલે છે કે તેના માટે ફરીથી જર્મની જવું અઘરું થઈ જાય છે. અજુર્નની આ હાલત કરનારાઓ તેની ફૅમિલીના જ સભ્યો (ગોવિંદ નામદેવ અને આશુતોષ રાણા) છે. અજુર્ને બચાવ માટે પણ હથિયાર ઉપાડવાં પડે એવા સંજોગો ઘડાય છે.ફિલ્મ ‘સ્પાર્ક’માં મનોજ જોશી, રણજિત અને રતિ અગ્નિહોત્રી પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2014 05:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK