એકતા કપૂરે તેનો ફોટો શેર કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું...

Published: Apr 16, 2020, 18:08 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

કુછ લોગ પતલે હુઆ કરતે થે: સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર
સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર

એકતા કપૂરે સ્મૃતિ ઈરાની સાથેનો વર્ષો જૂનો ફોટો શૅર કરતાં એના પર સ્મૃતિ ઈરાનીએ કમેન્ટ કરી હતી કે કુછ લોગ પતલે હુઆ કરતે થે. સ્મૃતિ ઇરાનીએ ‘ક્યૂં કી સાસ ભી કભી બહૂ થી’માં તુલસીનું પાત્ર ભજવ્યુ હતું જે ઘર-ઘરમાં જાણીતું બની ગયું હતું. સ્ટાર પ્લસ પર આવતી આ સિરિયલ દ્વારા સ્મૃતિને પણ અલગ ઓળખ મળી હતી. સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર ખાસ ફ્રેન્ડ છે. એકતાએ જે ફોટો શૅર કર્યો છે એમાં આ બન્નેની સાથે ઝી ટીવીનો તરુણ કાત્યાલ પણ છે. આ ફોટો ટ્વિટર પર શૅર કરીને એકતાએ ટ્વીટ કર્યું હતું કે ‘અમારા ત્રણનો આ ફોટો છે. આ શાનદાર ફોટો થ્રોબૅક છે.’

 
 
 
View this post on Instagram

Three of us ! Wat e throwback #tarunkatyal @smritiiraniofficial n moi! #thenandnow

A post shared by Erk❤️rek (@ektarkapoor) onApr 13, 2020 at 6:36am PDT

આ ફોટો પર સ્મૃતિ ઇરાનીએ કમેન્ટ કરી હતી કે કુછ લોગ પતલે હુઆ કરતે થે.

બીજી તરફ તેમનાં ફેન્સ પણ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા યુઝર કહી રહ્યા છે કે આ લોકડાઉનમાં જ્યારે અનેક જુની સિરીયલ્સ ફરીથી શરૂ કરવામાં આવી છે. તો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’,‘કસૌટી ઝીંદગી કી’અને ‘કહાની ઘર ઘર કી’ સિરીયલને ફરીથી શરૂ કરવામાં આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK