કપિલ શર્મા (Kapil Sharma)નાં મશહુર કોમેડી શૉ 'ધી કપિલ શર્મા' (The Kapil Sharma Show)માં તાજેતરમાં જ એક્ટર અનિલ કપૂર (Anil Kapoor) આવ્યા હતા. જ્યાં તેમણે કપિલ શર્મા સાથે મસ્તી કરી હતી. તાજેતરમાં જ અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ (અનુરાગ કશ્યપ)ની ફિલ્મ 'એકે વર્સિસ એકે' રિલીઝ થઈ છે. આ ફિલ્મ ફેન્સને ખૂબ ગમી છે. ફિલ્મના પ્રમોશન્સ માટે અનિલ કપૂર કપિલ શર્મા શો પર પહોંચ્યા હતા અને તેમણે કપિલ શર્માની ઠેકડી ઉડાડી હતી.
આ એપિસોડના પ્રોમોમાં તેઝાબના એક્ટર અનિલ કપૂર કપિલ શર્માને પૂછે છે કે શા માટે તેમને પોતે ઓફર કરેલી એકેય ફિલ્મોમાં તેમેણે કામ કરવાની હા ન પાડી, અને જવાબમાં કપિલ શર્મા પણ કબૂલે છે કે અનિલ કપૂરે તેમને 24 શૉમાં કામ કરવા ઓફર કરી હતી જો કે ત્યારે તેમનો જ નવો શો ચાલુ થવાનો હતો અને તે આ ઓફર સ્વીકારી નહોતા શક્યા. જુઓ આ પ્રોમોમાં આ વાત પર લોકો કેટલા ખડખડાટ હસે છે...
View this post on Instagram
કપિલ શર્માએ અનિલ કપૂરને એવરગ્રીનનું ટૅગ આપ્યું અને પોતે તેેમને મળીને બહુ એક્સાઇટેડ હોવાનું પણ કબૂલ્યું હતું. અનિલ કપૂર અને કપિલ શર્મા વચ્ચેની આ મીઠી નોક ઝોંક લોકોને ગમી રહી છે અને તેમના વીડિયોને ઘણાં વ્યૂઝ મળ્યા છે.
લાઇફમાં એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે માત્ર પૈસા માટે ફિલ્મોમાં કામ કર્યું હતું અનિલ કપૂરે
12th January, 2021 15:32 ISTલોકો થિયેટર્સમાં ફિલ્મો જોવા માટે આતુર છે: અનિલ કપૂર
7th January, 2021 16:36 ISTહું સ્પર્ધાત્મક છું, પરંતુ ભ્રમમાં નથી રહેતો: અનિલ કપૂર
3rd January, 2021 17:30 ISTઅભિનેતાઓ કરતા કરીના કપૂર વધુ ફી લે છે: અનિલ કપૂર
2nd January, 2021 10:56 IST