Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી સેલિબ્રેશન દરમ્યાન નિઆ શર્માના ડ્રેસમાં લાગી આગ

દિવાળી સેલિબ્રેશન દરમ્યાન નિઆ શર્માના ડ્રેસમાં લાગી આગ

30 October, 2019 12:46 PM IST | અમદાવાદ

દિવાળી સેલિબ્રેશન દરમ્યાન નિઆ શર્માના ડ્રેસમાં લાગી આગ

નિઆ શર્માના ડ્રેસમાં લાગી આગ

નિઆ શર્માના ડ્રેસમાં લાગી આગ


છેલ્લે ‘ઇશ્ક મેં મરજાંવા’માં દેખાયેલી અભિનેત્રી નિઆ શર્મા અત્યારે ‘નાગિન ૪’માં થયેલી તેની મેઇન નાગિન તરીકેની પસંદગી માટે ચર્ચામાં છે. ચર્ચા કરવાનું એક નવું કારણ પણ મળ્યું છે. નિઆ નવા વર્ષ નિમિત્તે રાખેલી દિવાળી સિલેબ્રેશનની પાર્ટીમાં ગઈ હતી અને ત્યાં તેના લેહંગાને દીવાની જ્યોત અડતાં એ બળવા લાગ્યો હતો, પરંતુ હાજર લોકોએ સાવધાની દાખવી એના પર તરત જ કાબૂ મેળવી લીધો હતો.

વાત એમ છે કે પહેલાં તો ટીવી અભિનેત્રી નિઆનો પંજાબી ગાયક ગુરુ રંધાવા સાથેનો ‘તેનુ સુટ સુટ કરતા’ સૉન્ગ પર ડાન્સ કરતો વિડિયો સામે આવ્યો જેમાં તેણે સિલ્વર લેહંગા-ચોલી પહેર્યાં હતાં. આ દિવાળી-પાર્ટીમાં મિકા સિંહ, કનિકા કપૂર અને કપિલ શર્મા સહિતના કલાકારો ભેગા થયા હતા.



આ પણ વાંચો : દિવ્યાંકા ત્રિપાઠી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી તરીકે


થોડા સમય પછી નિઆ શર્માએ જ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેના એ જ લેહંગાનો બળી ગયેલો ફોટો મૂકીને લખ્યું હતું કે ‘ધ પાવર ઑફ દિયા! એક સેકન્ડમાં મારા કપડામાં આગ લાગી ગઈ, પરંતુ આઉટફિટ લેયર્સવાળો હોવાથી એ બુઝાઈ ગઈ અથવા તો કોઈ અદૃશ્ય શક્તિએ મારું રક્ષણ કર્યું હોય એવું મને લાગે છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2019 12:46 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK