Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં બૉલીવુડ સેલેબ્ઝ શું કરે છે?

લૉકડાઉનમાં બૉલીવુડ સેલેબ્ઝ શું કરે છે?

03 June, 2020 07:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉકડાઉનમાં બૉલીવુડ સેલેબ્ઝ શું કરે છે?

લૉકડાઉનમાં બૉલીવુડ સેલેબ્ઝ શું કરે છે?


સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની નવી યુક્તિ 

 
 
 
View this post on Instagram

“Hi Sweetie” ??‍?‍??

A post shared by Shaheen Bhatt (@shaheenb) onJun 2, 2020 at 2:24am PDT




આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે હાલમાં જ સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની એક નવી યુક્તિ દેખાડી છે. આલિયા અને શાહીન તેનાં મમ્મી-પપ્પાના ઘરથી થોડે અંતરે આવેલા તેમના પોતાના ઘરમાં રહે છે. આલિયા સાથેનો ફોટો શાહીને શૅર કર્યો છે જેમાં બન્નેની વચ્ચે એક કાચ જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની આ એક નવી યુક્તિ છે.

પત્નીઘેલો થયો વિરાટ


 
 
 
View this post on Instagram

By now I know all the sunlight spots of every inch of my home ?

A post shared by ɐɯɹɐɥS ɐʞɥsnu∀ (@anushkasharma) onJun 1, 2020 at 10:58pm PDT

અનુષ્કા શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે અને એ જોઈને પતિ વિરાટ કોહલી તેનો ઘેલો બની ગયો છે. આ ફોટોમાં અનુષ્કાના ચહેરા પર સવારનો સૂર્યપ્રકાશ જોઈ શકાય છે. આ ફોટો શૅર કરતાં અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘અત્યાર સુધીમાં મને ખબર પડી ગઈ છે કે મારા ઘરમાં ક્યાં-ક્યાં સૂર્યપ્રકાશ આવે છે.’ અનુષ્કાના આ ફોટોને જોઈને ઘેલા થતાં વિરાટે કમેન્ટ કરી હતી કે ગૉર્જિયસ.

વરસાદની રાહ જોતો વિકી

 
 
 
View this post on Instagram

Hoping these first showers only bring relief and joy and not too much drama. Stay safe guys! ?⚡️?

A post shared by Vicky Kaushal (@vickykaushal09) onJun 2, 2020 at 6:57am PDT

વિકી કૌશલે ગઈ કાલે જ તેનો એક ફોટો શૅર કર્યો હતો જેમાં તે ઘરની બાલ્કનીમાં ખુરશી પર બેસીને વરસાદની રાહ જોતો જોવા મળી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવા સાથે વિકીએ કૅપ્શન આપી હતી કે ‘આશા રાખું છું કે આ પહેલો વરસાદ લોકોમાં ખુશી અને આરામ લઈને આવે નહીં કે વધુપડતો ડ્રામા. સુરક્ષિત રહો.’

પુરાની યાદેં

 
 
 
View this post on Instagram

Flaunting uneven suntan and showing off muscles...those were the norms of beauty and achievements for us #NCCcadets then! ?‍? Waxing and shining shoes till your face reflected in them, earning and adorning medals, crisp marchpast and cautions (#WordsOfCommand) so loud that the entire colony could hear you, such were the activities I took pride in. Sleeping on thin mats, morning PT and #DrillPractice in scorching sun, holding together our tents in winds & rains, digging snake trenches around them, lining up to have basic food like watery sabzis, map-like rotis and weak evening teas and still relishing it all because we knew that survival was more important. Few would call them extremely uncomfortable conditions, few parents might not even let their children experience such adversities but I feel these conditions make one a stronger person mentally and physically. Once gone through all this- you are ready to face the world head-on! This phase wasn't about me, it was about us as a platoon, wing or contingent. Cheers to the memories we made #MPContingent, #CarmelNCCunit, #NCCJuniorWing #NCCSeniorWing, #AnnualTrainingCamp, #CombinedAnnualTrainingCamp #PreRDC #RepublicDayCamp

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) onMay 31, 2020 at 1:53am PDT

દિવ્યાંકા ત્રિપાઠી દહિયાએ હાલમાં જ તેના જૂના દિવસોને યાદ કર્યા છે. ‘યે હૈ મોહબ્બતેં’ની સ્પિન-ઑફ ‘યે હૈ ચાહતેં’માં તે કામ કરી રહી છે. લૉકડાઉનને કારણે તે હાલમાં પતિ વિવેક દહિયા સાથે સમય પસાર કરી રહી છે. તેણે હાલમાં જ તેના જૂના ફોટો શૅર કર્યા છે જેમાં તે નૅશનલ કેડેટ કૉર્ઝના યુનિફૉર્મમાં જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરતાં દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘મારા મસલ્સ જોઈ શકો છો. અમારા માટે એ સમયે આ જ બ્યુટી અને અચીવમેન્ટ્સ હતી. તમારો ચહેરો જ્યાં સુધી શૂઝમાં ન દેખાય ત્યાં સુધી એને પૉલિશ કરવાં અને મેડલ જીતવા,

જોર-જોરથી બૂમો પાડી માર્ચ કરવી એમાં જ મને ગર્વ મહેસૂસ થતો હતો. પાતળી મૅટ પર સૂવું, સવારની કસરત અને ધમધમતા તાપમાં ડ્રિલ પ્રૅક્ટિસ કરવામાં આવતી હતી. પવન અને વરસાદમાં અમારા ટેન્ટને પકડીને બેસી રહેવું. અમારી આસપાસ ફરતા સાપને દૂર કરવા. બેઝિક ફૂડ માટે લાઇનમાં ઊભા રહેવું એ જ અમારી લાઇફ હતી અને એમાં પણ મજા આવતી હતી, કારણ કે અમને ખબર હતી કે સર્વાઇવ કરવું વધુ મહત્ત્વનું છે. કેટલાક લોકો આવી પરિસ્થિતિમાં રહેવાનું પસંદ નથી કરતા અને કેટલાક પેરન્ટ્સ તેમનાં બાળકોને એમાંથી પસાર પણ નથી થવા દેતાં. જોકે મારું માનવું છે કે દરેક વ્યક્તિએ એમાંથી પસાર થવું જોઈએ, કારણ કે એ આપણને મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રૉન્ગ બનાવે છે. એમાંથી જે વ્યક્તિ પસાર થઈ હોય તે દુનિયાને ફેસ કરવા માટે હંમેશાં તૈયાર હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2020 07:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK