Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TMKOC: જ્યારે ગાયક એસ પી બાલસુબ્રમણ્યમના ગીતોથી ગુંજ્યુ ગોકુલધામ

TMKOC: જ્યારે ગાયક એસ પી બાલસુબ્રમણ્યમના ગીતોથી ગુંજ્યુ ગોકુલધામ

08 October, 2020 06:26 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

TMKOC: જ્યારે ગાયક એસ પી બાલસુબ્રમણ્યમના ગીતોથી ગુંજ્યુ ગોકુલધામ

ગોકુલધામવાસીઓ

ગોકુલધામવાસીઓ


નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. હાલ આ સીરિયલે 12 વર્ષ પૂર્ણ કરીને 13માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગયા અઠવાડિયે જ તારક મહેતા શૉના 3000 એપિસોડ પૂરા થયા છે અને આ અવસરે મેકર્સે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.

સતત ટીઆરપીમાં નંબર વન રહેનારો શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલ કોરોના વાઈરસની થતી જોવા મળી હતી. શૉમાં અબ્દુલને કોરોના થયો છે એવું દેખાડવામાં આવ્યું પહતું. આવનારા એપિસોડમાં ગોકુલધામવાસીઓ ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળશે.

TMKOC-stars



તારક મહેતા શૉમાં કોરોના વાઈરસથી જોડાયેલા કેટલાક એપિસોડ બતાવવામાં આવ્યા હતા, જેમાં ગોકુલધામવાસીઓ ઘણા હેરાન થઈ જાય છે. જ્યારે તેઓને ખબર પડી કે ઑલ ઈન વન જનરલ સ્ટોરના અબ્દુલમાં કોવિડ-19ના થોડા લક્ષ્ણ મળી આવ્યા હતા અને ઉધરસ અને તાવથી તેનો હાલ બેહાલ થઈ ગયો હતો.


બાદ ગોકુલધામ સોસાયટી સીલ થઈ જાય છે અને અબ્દુલનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે, તેને આઈસોલેટ પણ કરવામાં આવે છે સાથે જ કોરોના પ્રોટોકૉલને ધ્યાનમાં રાખીને ગોકુલધામ સોસાયટીમાં તમામ પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જોકે બાદ બીએમસી બધાના રિપોર્ટ લઈને સોસાયટીમાં આવે છે ત્યારે અબ્દુલ સહિત જેઠાલાલ, ભીડે, બાપુજી બધાના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે. ત્યાર પછી તમામ ગોકુલધામવાસીઓ ઘણા ખુશ થઈ જાય છે અને બાલ્કનીમાં ઉભા રહીને રાહતનો શ્વાસ લે છે.


આ પછી તારક મહેતા એક રોમેન્ટિક આર્ટિકલ લખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે તેઓ ગીત ગણગણવા લાગ્યા હતા. તારક અને અંજલીનો અવાજ સાંભળીને ઐય્યર અને બબીતાજી પણ બહાર આવી જાય છે. ત્યાં વાતાવરણ રોમેન્ટિક બની જાય છે અને સોસાયટીમાં ચારેતરફ ગીત ગુંજવા લાગે છે. બધાનો અવાજ સાંભળીને ચંપકલાલ અને જેઠાલાલ પણ બહાર આવી જાય છે અને શરૂ થઈ જાય છે સંગીતની રમઝટ.

ગોકુલધામવાસીઓ બધા ગીત એસ.પી.બાલાસુબ્રમણ્યમ દ્વારા ગવાયેલા ગીતે ગણગણવા લાગ્યા હતા. તારક મહેતા અને અંજલી 'બહુત પ્યાર કરતે હૈ' ગીત ગાય છે. તેમ જ બબીતાજી અને ઐય્યર 'હમ બને તુમ બને' ગીત ગાય છે અને ડાન્સ પણ કરે છે. જેઠાલાલ 'હમ આપકે હૈ કૌન' ગીત ગાય છે. બાપુજી 'તેરે મેરે બીચ' સૉન્ગ ગાય છે. જણાવી દઈએ કે 25 સપ્ટેમ્બરના રોજ એસ.પી.બાલાસુબ્રમણ્યમનું અવસાન થયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK