કલ્કી કોચલિનની પ્રેગનેન્સી પર પૂર્વ પતિ અનુરાગ કશ્પયે આપી આવી પ્રતિક્રિયા

Published: Oct 02, 2019, 17:35 IST | મુંબઈ

બોલીવુડ અભિનેત્રી કલ્કી કોચલિન માતા બનવા જઈ રહી છે. જેના પર પૂર્વ પતિ અનુરાગ કશ્યપે આવી પ્રતિક્રિયા આપી છે.

કલ્કી કોચલિન અને અનુરાગ કશ્યપ
કલ્કી કોચલિન અને અનુરાગ કશ્યપ

ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્પયની પૂર્વ પત્ની કલ્કી કોચલિન જલ્દી જ માતા બનવા જઈ રહી છે. કલ્કીએ તેની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કરી હતી. આ ફોટોમાં કલ્કીનો બેબી બમ્પ નજર આવી રહ્યો છે. ફોટો સાથે કલ્કીએ લખ્યું હતું કે, મને રાહત મળી છે કે આટલા મહીનાઓ બાદ હવે બમ્પને કોશ્ચ્યૂમમાં છુપાવવાને બદલે મુક્ત રાખી શકું છું. કલ્કીની આ પોસ્ટ પર અનેક લોકો તેને શુભેચ્છા આપી હતી.


તમને જણાવી દઈએ કે કલ્કિ હાલ ઈઝરાયેલના એક કમ્પોઝર ટીજર હર્શબર્ગને ડેટ કરી રહી છે અને જલ્દી જ તે પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. આમ તો એ વાત તમામ લોકો જાણે છે કે કલ્કિ અનુરાગ કશ્યપની પત્ની રહી ચુકી છે. હવે તેની પ્રેગનેન્સીના અહેવાલો પર અનુરાગે રિએક્શન આપ્યું છે. કલ્કીએ ડેલી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, જ્યારે અનુરાગને તેની પ્રેગ્નેન્સી વિશે ખબર પડી ત્યારે તેણે પેરેન્ટ્સ ક્લબમાં મારું સ્વાગત કર્યું અને કહ્યું કે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો ફોન કરજે.

કલ્કિએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે પોતાના પહેલા બાળકને જન્મ દેવા જઈ રહી છે. સાથે જ તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તે બેબીને વૉટર બર્થ આપવા માંગે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે 5 મહિનાથી પ્રેગનેન્ટ છે.

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ હિના ખાનનો જમ્પશૂટમાં સ્ટાઈલિશ અંદાજ

સાથે જ તેણે ઈંટરવ્યૂમાં પ્રેગનેન્સી દરમિયાન તેની લાઈફસ્ટાઈલમાં આવેલા ફેરફારોની પણ વાત કરી છે. હાલમાં જ આવેલી વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ-2ની સફળતાનો કલ્કિ આનંદ માણી રહી રહેલી કલ્કિએ કહ્યું કે, મને અત્યારથી જ મારામાં ફેરફારો અનુભવાઈ રહ્યા છે. હું હવે થોડી સુસ્ત થઈ ગઈ છું. હાલ તે તેના પાર્ટનર સાથે વૉક કરવા જાય છે, યોગ કરે છે અને સંગીત સાંભળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK